:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગ્રેમી એવોર્ડ્સનું અમેરિકામાં આયોજન : કલાકારોએ મચાવી ધૂમ શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનને મળ્યો ગ્રેમી ,

top-news
  • 05 Feb, 2024

લોસ એન્જલસમાં 66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ (Grammy Awards 2024)નું  આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ભારતીય કલાકારોએ ધૂમ મચાવી હતો . ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાની સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મેળવી સંગીત ક્ષેત્રે ફરી ડંકો વગાડ્યો હતો .

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ 'ધીસ મોમેન્ટ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'શ્રેષ્ઠ વૈશ્વિક મ્યુઝિક આલ્બમ વિજેતા - 'ધીસ મોમેન્ટ' શક્તિને અભિનંદન.' ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર વિડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા છે.

આ એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે શંકર મહાદેવને કહ્યું, 'ભગવાન, પરિવાર, મિત્રો અને ભારતનો આભાર... અમને દેશ પર ગર્વ છે. સૌથી છેલ્લે, હું આ એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું, જેમના માટે ગીતના દરેક સ્વર સમર્પિત છે. લવ યુ.'

ગાયક શંકર મહાદેવન અને તબલા વાદક ઝાકિર હુસૈન સહિત દેશના ચાર સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યા. ગ્રેમી એવોર્ડ્સ 2024માં, ભારતના 4 તેજસ્વી સંગીતકારોને આલ્બમ 'શક્તિ' માટે ગ્રેમી એવોર્ડ્સનું સન્માન મળ્યું. આ ચાર કલાકારોમાં શંકર મહાદેવન, સેલ્વગણેશ વિનાયક્રમ, ગણેશ રાજગોપાલન, ઝાકિર હુસૈનનો સમાવેશ થાય છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎