:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈશા દેઓલ-ભરત તખ્તાનીએ લીધા છૂટાછેડા : ઈશા : “અમે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો”..

top-news
  • 07 Feb, 2024

બોલિવૂડ એક્ટ્રેસ હેમા માલિની અને એક્ટર ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલ આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે.પ્રાપ્ત માહિતી મુજબ તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓ છે. તેથી છેલ્લા કેટલાક દિવસોથી ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અંતે ઈશા દેઓલે મૌન તોડ્યું અને પોતે છૂટાછેડાને લઈને મોટી માહિતી આપી છે. આટલું જ નહીં ઈશાએ છોકરીઓ માટે લીધેલા નિર્ણય પર પણ મોટું નિવેદન આપ્યું છે. ઈશાએ આ માહિતી એક નિવેદન દ્વારા આપી હતી .

ઈશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક દાયકાથી વધુ સમય પછી તેઓએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઈશા અને ભરતે પરસ્પર સહમતિથી આ નિર્ણય લીધો છે. ઈશાના કહેવા પ્રમાણે, “અમે બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે…”

વધુ મળતી માહિતી અનુસાર, ‘આ નિર્ણય અમારી દીકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. અમારા જીવનમાં આવેલા આ પરિવર્તન પછી અમારા બંને બાળકોનું હિત સૌથી મહત્વપૂર્ણ રહેશે’ એટલું જ નહીં ઈશા અને ભરતે આ ચાલી રહેલા હાલના સમયમાં પ્રાઈવસી રહે તેની અપીલ પણ કરી છે. હાલમાં દરેક જગ્યાએ ઈશા અને ભરતના છૂટાછેડાની ચર્ચાઓ જોર પકડી રહી છે.

ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના રોજ ઈસ્કોન મંદિરમાં થયા હતા. લગ્નના 5 વર્ષ બાદ ઈશા દેઓલે પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી 2019માં પણ ઈશાએ તેની બીજી પુત્રીને જન્મ આપ્યો છે. ઈશા-ભરતને બે પુત્રીઓ રાધ્યા અને મીરાયા છે. ઈશા છોકરીઓ સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

એક સોશિયલ મીડિયા યુઝરે એવો પણ દાવો કર્યો છે કે, ભરત એક અલગ મહિલા સાથે લગ્નેતર સંબંધ ધરાવે છે. આટલું જ નહીં ઈશાના પતિ ભરત નવા વર્ષના અવસર પર બેંગલુરુમાં એક પાર્ટીમાં જોવા મળ્યા હતા. કહેવાય છે કે તે સમયે ભરતની ગર્લફ્રેન્ડ પણ ત્યાં હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎