:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાફ્ટા ફિલ્મ અવૉર્ડસ 2024 : રોયલ ફેસ્ટિવલ હોલમાં 'ઓપનહેઇમર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ..

top-news
  • 19 Feb, 2024

વિશ્વના 4 સૌથી મોટા અને પ્રખ્યાત એવોર્ડ્સમાંથી એક એવા BAFTA એવોર્ડ્સ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયા હતા. ગોલ્ડન ગ્લોબ્સની જેમ દુનિયાભરના સિનેમાપ્રેમીઓ પણ ઓસ્કાર પહેલા યોજાયેલા આ એવોર્ડ સમારોહની રાહ જોતાં હોય છે,  અને આ વખતે બાફ્ટા ભારત માટે પણ ખાસ હતો, તેનું એક માત્ર કારણ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ વિજેતાઓને એવોર્ડ આપનાર લિસ્ટમાં સામેલ હતી. 

આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ 'ઓપેનહાઇમર' ઘણી લોકપ્રિય રહી હતી. ગોલ્ડન ગ્લોબ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સ પછી,'ઓપનહેઇમર' એ બાફ્ટામાં સૌથી વધુ 7 એવોર્ડ જીત્યા છે. રોબર્ટ ડાઉનીને આ ફિલ્મ માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો ખિતાબ મળ્યો છે. સિલિયન મર્ફીએ બેસ્ટ એક્ટર જીત્યો જ્યારે ક્રિસ્ટોફર નોલાને બેસ્ટ ડિરેક્ટર માટે તેમની કારકિર્દીનો પ્રથમ બાફ્ટા એવોર્ડ જીત્યો. 'ઓપનહેઇમર'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સિવાય ફિલ્મે બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્કોરનો ખિતાબ પણ જીત્યો છે.

બાફ્ટા એવોર્ડ્સ 2024માં દીપિકા પાદુકોણ લોકો વચ્ચે ચર્ચાનું કારણ બની હતી. આ એવોર્ડમાં તેને ચમકદાર સાડી પહેરીને તેની સુંદરતા વડે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ દુઆ લિપા અને ડેવિડ બેકહામ જેવી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું. એક્ટ્રેસના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. દીપિકાએ સંપૂર્ણ મેક-અપ સાથે ભારતીય વેશભૂષા ધારણકરીને  દેશને ગૌરવ અપાવ્યું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎