:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મુકેશ અંબાણીના દિકરા અનંત -રાધિકા જામનગરમાં લગ્ન પૂર્વેની ઉજવણી કરશે ઇન્ટરનેશનલ ગેસ્ટ રિહાના,અરિજીત ઉપરાંત દિલજીત કરશે ઈવેન્ટમાં પરફોર્મ

top-news
  • 24 Feb, 2024

અનંત અંબાણી -રાધિકા મર્ચન્ટ ના લગ્ન  ભારતના સૌથી મોટા લગ્નોમાંથી એક બનવા જઈ રહ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ મુંબઈમાં ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે . માર્ચની શરૂઆતમાં જામનગરમાં લગ્ન પૂર્વેની ઉજવણી થનાર છે. જે માટે દેશ-વિદેશથી ખાસ મહેમાનો ને આમંત્રિત કરવામાં આવેલ છે.

મહેમાનોની લિસ્ટમાં દુનિયાના સુધીના સૌથી પ્રભાવી અને સફળ લોકોના નામ શામેલ છે. આ ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી-વેડિંગ ફંક્શન્સમાં રિહાના અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સ પોતાનું ટેલેન્ટ બતાવશે. તેના ઉપરાંત દિલજીત દોસાંઝ અને અજય-અતુલ પણ આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાના છે. 

અરિજીત સિંહ અને વર્લ્ડ ફેમસ રિહાના એક સ્ટેજ પર ડ્યુએટ કરતા જોવા મળશે. બેસ્ટ સિંગર જ્યાં એક તરફ સ્ટેજ પર આગ લગાવશે ત્યાં જ બીજી તરફ જાદુગર ડેવિડ બ્લેન પણ પોતાની કમાલની ટ્રિક્સથી લોકોને એન્ટરટેઈન કરશે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર શાહરૂખ ખાન તો આ ફંક્શનમાં હશે જ તેના ઉપરાંત સુપરસ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, સલમાન ખાન, સૈફ અલી ખાન અને માધુરી પણ આ લગ્નમાં જોવા મળશે.

ત્યાં જ અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અજય દેવગણ, કાજોલ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને કટરીના કેફને પણ આ પ્રિ - વેડિંગમાં સ્પોટ કરવામાં આવશે.

વધુ  અને વરરાજાએ તાજેતરમાં જ તેમના લગન લખવાની વિધિની  ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ વિધિ, જેમાં પ્રથમ ભગવાનને અને પછી નજીકના પરિવારજનોને આપવામાં આવેલા લેખિત આમંત્રણોનો સમાવેશ થાય છે, તે 16 ફેબ્રુઆરીના રોજ જામનગર, ગુજરાત ખાતે, અંબાણી પરિવારની એસ્ટેટ ખાતે યોજાયો હતો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎