:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ચૂંટણીમાં મતદાન નહિ કરે બોલિવુડના સ્ટાર: નાગરિકતા ન હોવાથી મતદાન અધિકાર નહી ...

top-news
  • 23 Apr, 2024

ભારતમાં લોકસભા ચૂંટણીનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલથી 1 જૂન સુધી થશે. કુલ સાત તબક્કામાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહારાષ્ટ્રમાં મતદાન પાંચ તબક્કામાં યોજવાનું છે. ચુંટણીમાં મતદાન કરવાનો દરેક નાગરિકનો અધિકાર છે. પરંતુ તેની પાસે દેશનું નાગરિકત્વ હોવું જરૂરી છે. 

આવામાં ફિલ્મ જગતમાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેશ-વિદેશના અસંખ્ય લોકોનું મનોરંજન કરીને નામના મેળવનાર બોલિવુડ જગતની  પ્રસિદ્ધ અભિનેત્રીઓ ભારતમાં રહેવા છત્તા તેમની પાસે દેશની મહત્વની ચુંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર નથી . દેશ-વિદેશમાં નામ તો થઈ ગયું પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાતએ છે કે તેમની પાસે ભારતની નાગરિકતા ન હોવાને કારણે તેઓ મત આપી શકશે નહિ .બોલીવુડમાં આવી અનેક અભિનેત્રીઓ છે જેને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી.આ યાદીમાં સૌ પ્રથમ કપુર પરિવારની વહુ પાસે પણ મત આપવાનો અધિકાર નથી. 

પહેલા તબક્કામાં તમિલનાડુમાં થયું જેમાં રજનીકાંત અને કમલ હાસન સહિત અનેક દક્ષિણ ભારતીય સ્ટારે મતદાન કર્યું હતુ. બીજું નામ નોરા ફતેહીનું છે જેમનો જન્મ અને ઉછેર કેનેડામાં થયો હતો. તેના માતા-પિતા બંન્ને મોરક્કોના છે . તેની પાસે કેનેડાની નાગરિકતા છે. પરંતુ ભારતની નાગરિકતા ન હોવાથી તેઓને ભારતની ચૂંટણીમાં મતદાન કરવાનો અઘિકાર નથી.

આલિયા ભટ્ટ બોલિવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. તેની પાસે મત આપવાનો અધિકાર નથી. આલિયાની પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે, તેનો જન્મ ઈંગ્લેન્ડના બર્મિગહામમાં થયો છે. તેની માતાનો જન્મ પણ આજ શહેરમાં થયો છે.

ત્યારબાદ કેટરીના કૈફની પાસે પણ ભારતની નાગરિકતા નથી કારણ કે, તેનો જન્મ બ્રિટિશ હાંગકાંગમાં થયો છે. આ કારણે ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી. જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ મનામા બહેરીનમાં થયો હતો.તેના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. આ કારણે તેની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. એટલા માટે તે ભારતીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર ધરાવતી નથી. કારણ કે, દેશના સવિધાનમાં મતદાનનો અધિકાર માત્ર ભારતીય નાગરિકોને આપવામાં આવ્યો છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎