:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સલમાનના ઘર પર થયેલા ફાયરિંગના હથિયાર મળ્યા : તાપી નદીમાંથી બે પિસ્તોલ અને 13 કારતૂસ શોધી કાઢી ...

top-news
  • 23 Apr, 2024

મુંબઈ ક્રાઈમ બ્રાંચે સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગના હથિયારોની શોધ કરી લીધી છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આ કેસના તપાસમાં જોડાયેલી હતી . આ ટીમે તાપી નદીમાંથી એક પિસ્તોલ અને 13 જેટલી કારતૂસ શોધી કાઢી છે. ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ એજ હથિયાર છે, જેનો ઉપયોગ 14 એપ્રિલે સલમાનના ઘર પર થયેલા હુમલામાં કરવામાં આવ્યો હતો. 

મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતોની પોલીસે ભુજથી ધરપકડ કરી હતી. ત્યારબાદ સોમવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજ ઉપરથી તાપી નદીમાં ફેંકેલી પિસ્તોલ શોધવા પોતાની ટીમ અને મરજીવાઓ પહોંચી હતી. જોકે, મોડીસાંજ સુધી કશું હાથ લાગ્યું નહોતું. પરંતુ આજે ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.ક્રાઇમ બ્રાન્ચને તાપી નદી માંથી પિસ્તોલ - 2,  મેગઝીન - 3 અને કારતૂસ - 13 મળી આવ્યા. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના બાન્દ્રામાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારા લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે સાગરીતો વિક્કી ગુપ્તા અને સાગર પાલને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કચ્છ ખાતેથી ઝડપી લીધા બાદ પુછપરછ કરતા બંનેએ ફાયરીંગ માટે જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે મુંબઈથી કચ્છ જતી વેળા સુરતના અશ્વનીકુમાર રેલવે બ્રિજના રેલવે ટ્રેક પરથી તાપી નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. તેમની કબૂલાતના આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટરે પોતાની ટીમ અને મરજીવાઓ લઈને સોમવારે  સુરત થી આવ્યા હતા.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની મદદ મેળવી એક આરોપીને સાથે રાખી રેલવે બ્રિજ, તાપી નદી અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ નદીમાં તપાસ માટે મરજીવાઓને પણ પોતાની સાથે લાવી હતી. તેમણે તાપી નદીમાં કલાકો સુધી તપાસ કરી હતી.તપાસ દરમિયાન આ હથિયારો મળી આવ્યા હતા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎