:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હેમા : ધર્મેન્દ્રને પસંદ ન હતું રાજકારણ , ખૂબ મુશ્કેલ કામ વિનોદ ખન્નાએ આપ્યો સાથ રાજકીય સફરમાં નિભાવી મહત્ત્વની ભૂમિકા ..

top-news
  • 24 Apr, 2024

આપણાં દેશમાં કેટલાય એક્ટર્સ -એક્ટ્રેસ છે, જેમણે ફિલ્મમાં પોતાનું ભાગ્ય અજમાવ્યા બાદ રાજકારણમાં  એન્ટ્રી કરીને સફળતાના શિખર સર કર્યા છે,  જેમાં  દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિનીનું નામ પણ સામેલ છે, જેમણે એક્ટર વિનોદ ખન્નાથી પ્રેરણા મેળવી રાજકારણમાં પ્રવેશ કર્યો. હાલમાં હેમામાલિની ફિલ્મોની સાથે-સાથે રાજકારણમાં પણ સફળ ઇનિંગ રમી રહ્યા છે, પરંતુ  ધર્મેન્દ્ર ઇચ્છતા ન હતા કે હેમા રાજકારણમાં આવે. હેમામાલિનીની પોતાની ઈચ્છા હતી તેથી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો આ અંગે તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં હેમાએ કહ્યું, 'ધરમજીને આ બિલકુલ પસંદ નહોતું. તેમણે મને કહ્યું કે ચૂંટણી ન લડું કારણ કે તે ખૂબ જ મુશ્કેલ કામ છે. જ્યારે તેમણે આ કહ્યું ત્યારે મેં તેને પડકાર તરીકે લીધી.' હેમાએ કહ્યું, 'ધરમજીને રાજનીતિમાં એટલા માટે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો કારણ કે તેમને ઘણી મુસાફરી કરવી પડી અને તેની સાથે તેમને ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું.'

હેમાએ વધુમાં કહ્યું, 'જ્યારે તમે ફિલ્મ સ્ટાર બનીને રાજકારણમાં પ્રવેશ કરો છો, ત્યારે લોકોનો તમારા પ્રત્યેનો ક્રેઝ વધી જાય છે. ધરમજીને લઈને ફેન્સનો ક્રેઝ દરેક જણ જાણે છે, તેથી તેને મેનેજ કરવામાં ઘણી મુશ્કેલી પડી. મને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે ધરમજીને બિલકુલ પસંદ નથી પણ હું એક સ્ત્રી છું તેથી હું બધું બરાબર મેનેજ કરું છું. ,

હેમાએ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે, 'વિનોદ ખન્નાએ તેમની રાજકીય સફરમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. હેમાએ કહ્યું, હું વિનોદ ખન્નાથી પ્રભાવિત હતી કારણ કે તેઓ મને તેમની ચૂંટણી સભાઓમાં સાથે લઈ જતા હતા. તેમણે મને ઘણું શીખવ્યું જેમ કે ભાષણ કેવી રીતે આપવું, જનતાનો સામનો કેવી રીતે કરવો વગેરે. પાંચ-છ હજાર લોકોની સામે ભાષણ આપવું એ કોઈ મજાક નથી. તમે પહેલાં તો ડરી જશો.'

2014માં ભાજપે પહેલીવાર હેમા માલિનીને મથુરા લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. આ પછી તેમણે 2019 માં બીજી વખત મથુરાથી લોકસભાની ચૂંટણી લડી અને જીત્યા.હવે તે ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહી છે. ધર્મેન્દ્ર 2004થી 2009 સુધી બિકાનેરથી સાંસદ હતા પરંતુ બાદમાં તેમણે રાજકારણ છોડી દીધું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎