:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

16 વર્ષ પછી આમિર લાવશે "તારે જમીન પર"પાર્ટ -2 : ફિલ્મ પેરાલિમ્પિક ગેમ્સ પર આધારિત...

top-news
  • 25 Apr, 2024

આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેને તેની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરી હતી. હાલમાં આમિર ખાન તેની એક્સ વાઈફ કિરણ રાવના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ના ઈવેન્ટમાં પહોંચ્યો છે. આ દરમિયાન તેને ફિલ્મને લઈને ખુલાસો કર્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ તેની 2007માં આવેલી ફિલ્મ તારે જમીન પરનો બીજો પાર્ટ છે. 

વર્ષ 2007માં આમિર ખાનની ફિલ્મ 'તારે જમીન પર' આવી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. આમિર ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તારે જમીન પર દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ પણ તમને એટલું જ હસાવશે.  હવે 16 વર્ષ પછી આમિર ખાન આ ફિલ્મનો આગામી ભાગ લઈને આવી રહ્યો છે જેનું નામ હશે 'સિતારે જમીન પર'. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી દિલ્હીમાં શરૂ થઈ શકે છે.

આપણે તેને તારે જમીન પરનું નેક્સ્ટ લેવલ પણ કહી શકીએ. પરંતુ આ ફિલ્મની સ્ટોરી અને પાત્રો પહેલી ફિલ્મ કરતા ઘણા અલગ છે. બંને ફિલ્મોની થીમ ભલે એક સરખી હોય પરંતુ ઘણો ફરક છે. આમિરે કહ્યું કે ફરક એટલો છે કે આ ફિલ્મ તમને ખૂબ હસાવશે. ફિલ્મના ડાયરેક્ટર પણ બદલાયા છે, તેનું નામ પ્રસન દા છે.અહેવાલ મુજબ, આમિર ખાન 'સિતારે જમીન પર'ના શૂટિંગ માટે આવતા મહિને દિલ્હી આવશે.

તેની સાથે 11 બાળકો દિલ્હી આવશે જે આ ફિલ્મનો ભાગ હશે. આમિર ખાન સાથે સ્ટાર કાસ્ટના અન્ય લોકો પણ આવશે. જો કે હજુ સુધી તેના વિશે કોઈ માહિતી સામે આવી નથી. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ પેરાલિમ્પિક ગેમ્સ પર આધારિત હશે. ફિલ્મનું શૂટિંગ મે અને જૂન વચ્ચે દિલ્હીમાં થશે. આમિર ખાનની સાથે આવેલા બાળકો શૂટ માટે વિવિધ પેરાલિમ્પિક રમતોમાં ભાગ લેશે.

આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં લાલ કિલ્લો, લોધી ગાર્ડન, જૂની દિલ્હી અને ત્યાગરાજા સ્ટેડિયમ જેવા વિવિધ સ્થળોએ થશે.અહેવાલ મુજબ આ ફિલ્મમાં આમિર ખાન સાથે બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા ડિસોઝા જોવા મળશે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ ફિલ્મ ક્રિસમસની આસપાસ રિલીઝ થઈ શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎