:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અનંત-રાધિકાનું ​​થશે બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન: 28- 30 મે વચ્ચે સાઉથ ફ્રાન્સના ક્રૂઝ પર યોજાશે..

top-news
  • 27 Apr, 2024

મુકેશ અંબાણીઅને નીતા અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણી માટે બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવા જઈ રહ્યા છે . અંબાણી પરિવાર તરફથી મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ  28થી 30 મે વચ્ચે સાઉથ ફ્રાન્સ ક્રૂઝ શિપ પર યોજાવાનું છે.   અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગયા એપ્રિલમાં નક્કી કરવામાં આવ્યું છે.  ત્યારબાદ એવા પણ અહેવાલ હતા કે અનંત અને રાધિકાનાં લગ્ન લંડનમાં થશે. 

દરમિયાનમાં  અનંત-રાધિકાનાં લગ્ન લંડનની લક્ઝરી હોટલ સ્ટોક પાર્કમાં થશે એવી ખબરો પણ ફેલાઈ હતી, પરંતુ આ બધી અફવાઓ વચ્ચે  એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત -રાધિકાના લગ્ન મુંબઈમાં જ થશે . પરંતુ હાલમાં અંબાણી પરિવારે બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે , જે 28થી 30મે ની  વચ્ચે થશે.બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં માત્ર અંબાણી પરિવારના નજીકના લોકો જ હાજરી આપશે. સલમાન, શાહરુખ અને આમિર ખાન એમાં હાજરી આપે એવી શક્યતા છે. આ સિવાય રણબીર કપૂર પણ પત્ની આલિયા સાથે આવી શકે છે. દેખીતી રીતે રણબીર મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશનો ખૂબ સારો મિત્ર છે. બચ્ચન પરિવાર પણ ત્યાં પહોંચે એવી પૂરી શક્યતા છે.

સાઉથ ફ્રાન્સની વાત કરીએ તો આ  દેશ-વિદેશના લોકો માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ સ્થળ તેના આકર્ષક કિનારા, સુંદર વાદળી સમુદ્ર અને સુંદર શહેરો માટે જાણીતું છે. અહીં મુખ્યત્વે ક્રૂઝ શિપ ટૂરિઝમ ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દૂર-દૂરથી અહીં ક્રૂઝ શિપમાં પાર્ટી કરવા આવે છે.  સાઉથ ફ્રાન્સ વાઇન બનાવવા માટે પણ જાણીતું છે. અહીં બનતો દારૂ દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. સાઉથ ફ્રાન્સને ફ્રેન્ચ રિવેરા પણ કહેવામાં આવે છે. સાઉથ ફ્રાન્સ કલા, સાહિત્ય અને ઐતિહાસિક રીતે પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. કાનનું પ્રખ્યાત શહેર પણ સાઉથ ફ્રાન્સમાં આવેલું છે. અહીં દર વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.આવા ઐતિહાસિક શહેરમાં અંબાણી પરિવારે તેમના પુત્ર માટે બીજી વાર પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎