:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શ્રદ્ધા કપૂર કહે છે - સેલ્ફકૅર મારી પ્રાથમિકતા: સરસ મજાની ઊંઘ માટે પ્રયન્તશીલ ...

top-news
  • 01 May, 2024

બૉલીવુડમાં અભિનેતા અને અભિનેત્રીઓ પોતાના લુકને લઈને કાયમ સજાગ હોય છે, જે માટે તેઓ હમેશા પ્રયનતશીલ હોય છે. રોજ બરોજના છાપામાં તેમનો વર્ક આઉટ કરતાં ફોટા કે વિડીયો સોશિયલ  મીડિયા પર વાઇરલ થતા હોય છે. એવામાં હાલમાં બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાની દિન ચર્યા અંગે વાતચીત કરી હતી ,તેણીના જીવનની  પ્રાથમિકતા અંગે જાણકારી મેળવીએ ... 

છેલ્લા 11 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલી શ્રદ્ધા કપૂરે તાજેતરમાં કહ્યું કે તે હવે સેલ્ફકૅરને પ્રાથમિકતા આપે છે. તેણે જણાવ્યું કે તે જ્યારે મેડીટેશન કરે છે ત્યારે તે જાણે પોતાની જાત સાથે સંપર્કમાં હોવાનું અને વધુ એકાગ્ર હોવાનો અનુભવ કરે  છે. 

શ્રદ્ધા કપુરે જણાવ્યું હતું કે, તે બને તેટલું વધારે પોતાની જાતને પ્રાથમિકતા આપે છે. તેણે કહ્યું કે, થોડાં વખતથી જ તે ઊંઘનું મહત્વ સમજી શકી છે. એટલે તે   ક્વૉલિટી સ્લીપ લેવાનો પ્રયન્ત કરી રહી છે , હવે તે  મેડીટેશનની સાથે  ઊંડા ધ્યાનમાં કલાકો સુધી બેસી રહેવાનો અભ્યાસ પણ કરે છે . તેને  જ્યારે અને જેટલો સમય મળે ત્યારે તે મેડીટેશન કરે છે. 

શ્રદ્ધાએ વધુમાં જણાવ્યું કે, હું એવી નથી કે આખું વર્ષ નિયમિત રીતે કરતી રહું પરંતુ હું હવે તને મારું રુટિન બનાવવાના પ્રયત્ન કરું છું. જ્યારે હું મેડીટેટ કરું એ દિવસ ઘણો અલગ હોય છે. હું મારી જાતના સંપર્કમાં હોઉં અને વધુ એકાગ્ર હોઉં તેવું અનુભવું છું.

શ્રદ્ધાએ તેના મોર્નિંગ રુટિન વિશે પણ વાત કરી હતી, જેમાં યોગા, ફેસ ક્લીન કરવો અને મોશ્ચ્યુરાઈઝર તેમજ સનસ્ક્રીન લગાવવાનો સમાવેશ થાય છે.શ્રદ્ધાએ જણાવ્યું કે, હાલમાં હું સારી ક્વૉલિટી સ્લીપ લેવી ટ્રાય કરું છું, હું મેડીટેટ કરું અને પછી યોગા કરું છું, આ રાતી મારો દિવસ શરૂ થાય છે. જો કે, શ્રદ્ધાએ જણાવ્યું હતું કે તેના કામને કારણે તે દરરોજ આવું કરી શકતી નથી. શ્રદ્ધાએ કહ્યું કે, મારા કામને કારણે હું એક જ રૂટીનનું દરરોજ પાલન કરી શકતી નથી પરંતુ મોશ્ચ્યુરાઇઝિંગ અને સનસ્ક્રીન તો ફરજિયાતપણે મારા દરરોજનાં રૂટીનનો ભાગ છે. 

શ્રદ્ધા કપુર છેલ્લે 2023ની ફિલ્મ તું જુઠી મેં મક્કારમાં રનબીર કપુર સાથે જોવા મળી હતી, હવે તેની સ્ત્રી 2 આવી રહી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎