રણબીર કપૂર 'એનિમલ' બાદ ફિલ્મોમાંથી લેશે બ્રેક, પુત્રી રાહા સાથે વિતાવશે સમય

- 25 Oct, 2023
રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં નજર આવશે. રણબીર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રણબીર કપૂરે હવે ફિલ્મોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. રણબીરે 6 મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તે આ બ્રેક પોતાની પુત્રી રાહા માટે લઈ રહ્યો છે. જેથી તે પોતાની પુત્રી સાથે વધુ સમય વિતાવી શકે.
રણબીર કપૂર પોતાની પર્સનલ લઈફને ખૂબ એન્જોય કરી રહ્યો છે. રણબીરે નેશનલ એવોર્ડ વિનર આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે અને તેમની પુત્રી રાહા છે. રણબીરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પુત્રી રાહા સાથેના તેમના બોન્ડ પર પણ વાત કરી હતી.
રણબીર કપૂરે ફેન્સ સાથે ઝૂમ પર વાત કરી હતી. વાતચીતમાં રણબીર કપૂરે એ સ્વીકાર્યું કે, રાહાના જન્મ બાદના શરૂઆતના મહિનામાં તે પુત્રી સાથે સમય ન વિતાવી શક્યો કારણ કે, તે શૂટિંગમાં વ્યસ્ત હતો. જોકે, રણબીરે કન્ફર્મ કરી દીધુ કે, તે ફિલ્મોમાંથી 6 મહિનાનો બ્રેક લેવા જઈ રહ્યો છે. જેથી તે પોતાની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે. રણબીર પોતાની પેરેન્ટલ ડ્યૂટી પર વધુ ફોકસ કરવા માંગે છે. કારણ કે, આલ્યા પોતાની અપકમિંગ ફિલ્મ જિગરાના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. રણબીરે વાતચીત દરમિયાન જણાવ્યું કે, રાહાએ ઘૂંટણીએ ચાલવાનું શરૂ કરી દીધુ છે અને તે વસ્તુઓને ઓળખવા પણ લાગી છે. તે પોતાના આસપાસના લોકોને ખૂબ પ્રેમ કરે છે. રણબીરે જણાવ્યું કે, રાહા બોલવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં રાહા મા અને પા બોલવાનો પ્રયત્ન કરી રહી છે. રણબીરે પોતાના આ ફેઝને ખૂબ જ ખૂબસુરત ગણાવ્યો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ