:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

હંસલ મહેતાની સિરીઝ ‘ગાંધી’માં જોવા મળશે પ્રતિક હોલીવુડ ફિલ્મ ‘હેરી પોટર’ ફેમ ટોમ ફેલ્ટનની પણ એન્ટ્રી થઈ

top-news
  • 04 May, 2024

હંસલ મહેતાની સીરીઝ 'ગાંધી'માં હોલીવૂડ ફિલ્મ હેરી પોર્ટરના અભિનેતા ટોમ ફેલ્ટનની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી મહાત્મા ગાંધીની ભૂમિકામાં જોવા મળવાનો છે.  હંસલ મહેતાની વેબસિરીઝ ‘ગાંધી’માં પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ ‘હેરી પોટર’ ના એક્ટર ટોમ ફેલ્ટનની એન્ટ્રી થઈ છે. હંસલ મહેતાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. એક્ટર ટોમ ફેલ્ટન ‘હેરી પોટર’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા હતા. ‘હેરી પોટર’ ફિલ્મ જે. ના. રોલિંગની સૌથી વધુ વેચાતી પુસ્તક શ્રેણી પર આધારિત છે. ભારતમાં પણ ‘હેરી પોટર’ના ચાહકો મોટી સંખ્યામાં છે. ખાસ કરીને બાળકોમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





હંસલ મહેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. મહેતાએ પોસ્ટ કરીને લખ્યું, ‘અમારું શૂટિંગ ચાલી રહ્યું છે. હું આંતરરાષ્ટ્રીય કલાકારો ટોમ ફેલ્ટન, લિબી મે, મોલી રાઈટ, રાલ્ફ એડેની, જેમ્સ મુરે, લિન્ડન એલેક્ઝાન્ડર, જોનો ડેવિસ, સિમોન લેનન જેવા કલાકારો સાથે કામ કરીને હું રોમાંચિત છું.આ સિરીઝમાં ‘સ્કેમ 1992’ એક્ટર પ્રતીક ગાંધી મહાત્મા ગાંધીના રોલમાં જોવા મળશે. જ્યારે ભામિની ઓઝા કસ્તુરબા ગાંધીનું પાત્ર ભજવશે. આ પુસ્તક રામચંદ્ર ગુહાના બે પુસ્તકો, ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધીઃ ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ પર આધારિત છે. ‘ગાંધી’ સિરીઝનું નિર્માણ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે. આ સિરીઝનું શૂટિંગ ભારત અને વિદેશમાં ઘણી જગ્યાએ થઈ રહ્યું છે. સિદ્ધાર્થ બસુ આ પ્રોજેક્ટ સાથે ઐતિહાસિક, હકીકતલક્ષી અને સર્જનાત્મક સલાહકાર તરીકે સંકળાયેલા છે. જ્યારથી આ સિરીઝની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી તેના ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎