:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શ્વેતા અને રિતિક રિલેશનશિપમાં હતા ..??? બંને જણ અવાર નવાર એક સાથે રેસ્ટોરાં અને પાર્ટીઝમાં સ્પોટ થતાં ..

top-news
  • 09 May, 2024

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનેતા અને અભિનેત્રીઓના ઍક-બીજા સાથેના સંબંધોને લઈને વાતોતો ચાલતી હોય છે જ.,પરંતુ આ વાતોમાં સત્ય કેટલું હોય છે તે ચકાસીને પછીજ તેમાં વિશ્વાસ કરવા જેવો જોઈએ , કારણ આ ઇન્ડસ્ટ્રીઝની વાત જ નિરાલી છે,આવીજ એક વાત થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી.  

બચ્ચન કુટુંબની લાડલી શ્વેતા બચ્ચન પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ અવારનવાર પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. શ્વેતા બચ્ચનના લગ્ન દિલ્હીના મોટા બિઝનેસમેન નિખિલ નંદા સાથે થયા છે, પરંતુ બંને જણ સાથે નથી રહેતા. શ્વેતા  પણ પોતાના બંને બાળકો અગસ્ત્ય નંદા અને નાવ્યાં નવેલી નંદા સાથે પિતા અમિતાભ બચ્ચનના મુંબઈ ખાતે જલસા બંગલામાં રહે છે. બંનેનું સાથે નહીં રહેવાનું કારણ કામ હોવાનું કહેવાય છે.

એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે શ્વેતા બચ્ચન પોતાના બાળકોને લઈને મુંબઈ શિફ્ટ થઈ ત્યારે લોકોએ જાત જાતની વાતો પણ કરી હતી. કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે શ્વેતા અને નિખિલ બંને અલગ થઈ ગયા છે પણ બચ્ચન પરિવારની પ્રતિષ્ઠાને કારણે તેમણે છૂટાછેડા નથી લીધા. પરંતુ શું તમને એ ખબર છે કે પરિણીત હોવા છતાં પણ શ્વેતાનું નામ બોલીવુડના જ જાણીતા અભિનેતા સાથે જોડાઈ ચૂક્યું છે? 



શ્વેતા મુંબઈ શિફ્ટ થઈ એના થોડાક સમય બાદ જ ઈન્ડસ્ટ્રીમાં એવી વાતો થતી હતી કે રિતિક રોશન અને શ્વેતાનું અફેર ચાલુ છે. શ્વેતા બચ્ચન અને રિતિક રોશન બાળપણના મિત્રો છે અને જ્યારે રિતિક રોશનને ઈજા પહોંચી હતી ત્યારે શ્વેતા ભાઈ અભિષેક બચ્ચન સાથે રિતિક રોશનને મળવા જતી હતી.

રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે કુણાલ કપૂરના લગ્ન સમયે પણ શ્વેતા અને રિતિક રોશન એકબીજાની નજીક આવી ગયા હતા. બંને જણ અવાર નવાર એક સાથે રેસ્ટોરાં અને પાર્ટીઝમાં સાથે સ્પોટ થતાં હતાં. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં તો એવી હવા પણ ચાલી રહી હતી કે શ્વેતાને કારણે જ રિતિક અને કંગના રનૌતનો સંબંધ તૂટ્યો હતો. જ્યારે રિતિક અને કંગના વચ્ચે કોન્ટ્રોવર્સી શરૂ થઈ ત્યારે જ શ્વેતાએ આ રિલેશન- શિપથી પાછળ ખસવાનો નિર્ણય લીધો હતો.

 બચ્ચન પરિવારની લાડલીની આ સિક્રેટ વાત સાંભળીને ધક્કો જરૂર લાગ્યો હશે , પણ આવી વાતો તો ઇન્ડસ્ટ્રીઝમાં થતી જ હોય છે . એમાં તથ્ય કેટલું તે દરેકે વિચારવા જેવુ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎