:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શું 3 ફૂટના અબ્દુ રોજિક કરશે લગ્ન? છોટે ભાઇજાન તેમની ભાવિ કન્યા સાથે 7મી જુલાઈના રોજ યુએઈમાં નિકાહ કરશે ..

top-news
  • 10 May, 2024

રિયાલિટી શો બિગ બોસ 16માં ખૂબ ધૂમ મચાવનાર અબ્દુ રોજિક સહુ કોઈના લાડલા અને ચહીતા બની ગયા છે. તે આજે  કોઇ ઓળખાણનો મોહતાજ નથી રહ્યો. દેશના દરેક લોકોના દિલ જીતનાર અબ્દુ ભારતભરમાં પ્રખ્યાત થઈ ગયો. સલમાન ખાન સહિત સમગ્ર  બોલિવૂડમાં તેના  ફેનફોલોઇગસ  છે. 3 ફૂટ ઉંચા અબ્દુ રોજિકે શો દરમિયાન કહ્યું હતું કે, હું ઇચ્છુ છું કે, એવુ કોઈ મારા જીવનમાં આવે જેની સાથે હું લગ્ન કરી શકું. હવે અબ્દુનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે, અબ્દુને તેના સપનાની છોકરી મળી ગઈ છે. અબ્દુ રોજિકે પોતે આ વિશે જણાવ્યું છે અને પોતાના લગ્નની તારીખ પણ જણાવી છે.

અબ્દુ રોજિકે પોતાની નિર્દોષતાથી સૌના દિલ જીતી લીધા. દરેક વ્યક્તિ તેના ગીતોના પ્રેમમાં પડી ગયો. હવે અબ્દુએ તેના ચાહકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે કે તે લગ્ન કરવા જઈ રહ્યો છે. અબ્દુ રોજિકે એક વીડિયો શેર કર્યો છે જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા જીવનમાં કોઈ આવશે. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે, મને મારો પ્રેમ મળ્યો છે. જે મને માન આપે છે અને મારી સંભાળ રાખે છે. તે અને હું 7 જુલાઈએ લગ્ન કરી રહ્યા છીએ અને હું તમને જણાવી શકતો નથી કે હું કેટલો ખુશ છું.

આ વીડિયોમાં અબ્દુલે રિંગ પણ તેના ફેન્સને બતાવી અને કહ્યું કે, તે 7 જુલાઇના રોજ નિગાહ કરશે. અબ્દુ રોજિક 7મી જુલાઈએ યુએઈમાં તે યુવતી સાથે લગ્ન કરશે. રિપોર્ટ્સ અનુસાર, યુવતીનું નામ અમીરા છે અને આ સિવાય તેના વિશે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અબ્દુ રોજિકની ફેન ફોલોઈંગ માત્ર યુએઈમાં જ નથી પરંતુ ભારતમાં પણ તેના ઘણા ફોલોઅર્સ છે અને તેના લગ્નના સમાચારથી દરેક વ્યક્તિ ખુશ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎