:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

"ધકધક ગર્લ" થઈ આજે ૫૭ વર્ષની છત્તા કામણ યથાવત : પરંતુ જ્યારે તેમણે અચાનક ડો.નેને સાથે લગ્ન કર્યા તો બૉલીવુડ સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા

top-news
  • 15 May, 2024

બોલિવુડની અભિનેત્રી માધુરી દીક્ષિત 90ના સમયની શાનદાર અભિનેત્રી છે. પોતાની ફિલ્મો સિવાય પોતાના અફેરના કારણે પણ અભિનેત્રી ચર્ચામાં રહી છે. પરંતુ જ્યારે તેમણે અચાનક ડો.નેને સાથે લગ્ન કર્યા તો સૌ કોઈ ચોંકી ગયા હતા.આજે અમે તેના જન્મદિવસના ખાસ અવસર પર અભિનેત્રી વિશે ચર્ચા કરીશું. માત્ર એક્ટિંગ જ નહિ ધક ધક ગર્લ પોતાના ડાન્સને કારણે પણ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. ખલનાયક, દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોમાં માધુરીએ પોતાનો ડાન્સ દેખાડ્યો છે. ફિલ્મો સિવાય અભિનેત્રીના અફેરની પણ ખુબ ચર્ચાઓ થઈ ચુકી છે.બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પણ લાખો દિલો પર રાજ કરે છે. 57ની ઉંમરે પણ માધુરી દીક્ષિત મહિલાઓ માટે પ્રેરણા બની રહી છે. 

જે ઉત્સાહ સાથે આજે પણ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે તે ખરેખર પ્રશંસનીય છે. 1967માં મુંબઈમાં જન્મેલી માધુરી દીક્ષિતે ઘણા વર્ષો સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે. કહેવાય છે કે માધુરીની ફેન ફોલોઈંગ પાકિસ્તાનમાં પણ હતી. અન્ડર-વર્લ્ડ ડોન પણ તેના ચાહકો હતા. સ્ટારડમ ઉપરાંત માધુરી ઈન્ડસ્ટ્રીની સૌથી અમીર અને સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ છે.માધુરી દીક્ષિત ઉંમરના આ તબક્કે પણ એટલી ગ્લોઇંગ સ્કીન ધરાવે છે કે તમે તેની તસવીરો જોયને આશ્ચર્યચકિત થઇ જશો. બહુ ઓછા લોકો જાણે છે કે તે ટીવી પર એક એપિસોડને જજ કરવા માટે મોટી ફી લે છે. માધુરી દીક્ષિતે વર્ષ 1984માં ફિલ્મ અબોધથી બોલિવૂડમાં પર્દાપણ કર્યું હતું. 



અભિનય ઉપરાંત, અભિનેત્રીએ તેના ડાન્સ અને આકર્ષક અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું. માધુરીના કરિયરમાં તેના હિટ ડાન્સ નંબર્સની યાદી ઘણી લાંબી છે. તેને તેઝાબ ફિલ્મથી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. માધુરી થોડા જ સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ. સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર પણ. ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં તેણે સલમાન ખાન કરતા પણ વધુ ફી લીધી હતી. આ તમામ અફવાઓ બાદ જ્યારે મુંબઈ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ આવ્યું તો માધુરીએ સંજય દત્ત સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા હતા.

1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'સાજન'માં સંજય અને માધુરીની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.માધુરી દીક્ષિત મુંબઈમાં એક આલીશાન ઘરની માલિક છે. અહેવાલો અનુસાર, દિવા લગભગ 250 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. માધુરી એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લે છે. અભિનેત્રી ટીવી પરના રિયાલિટી શોમાંથી પણ ઘણી કમાણી કરે છે. માધુરી એક એપિસોડ માટે 1 થી 2 કરોડ રૂપિયા લે છે. માધુરી દીક્ષિત એક્ટિંગ સિવાય ડાન્સ ક્વીન તરીકે પણ ફેમસ છે. તે ડાન્સ ક્લાસ પણ ચલાવે છે. તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. 



માધુરીની પ્રોપર્ટીની વાત કરીએ તો તેની પાસે લોખંડવાલામાં આલીશાન ઘર છે. આમાં તે તેના પતિ શ્રીરામ નેને અને બાળકો સાથે રહે છે. અભિનેત્રીને લક્ઝરી કારનો શોખ છે, તેની પાસે ઓડી, રોલ્સ રોયસ જેવી મોંઘી કાર છે.એક સમય એવો હતો કે, માધુરીનું નામ એક લગ્ન કરેલા અભિનેતા સાથે જોડાયું હતુ. સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી 90ના સમયમાં હિટ હતી. બંન્ને સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે કામ કરતા કરતા સંજય દત્ત માધુરી પર દિલ હારી બેઠો હતો. બંન્નેના લગ્નની અફવાઓ પર ઉડવા લાગી હતી.

સંજય દત્ત સિવાય માધુરીની જોડી અનિલ કપુર સાથે પણ ચાહકોને પસંદ થવા લાગી હતી. બંન્ને ઓનસ્ક્રીન નહિ પરંતુ ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી પણ સારી લાગતી હતી. અનિલ કપુર અને માધુરીએ અંદાજે 20થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અનેક અફવા થવા લાગી પરંતુ આ બંન્ને ક્યારે આ વાતને સ્વીકારી ન હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎