:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કંગનાની 'ઇમરજન્સી' ફિલ્મને ચુંટણીઓ નડી : લોકસભાના પરિણામ બાદ ૧૪ જૂને દેશભરમાં રીલીઝ થશે મારી ફિલ્મ , ખુદ કંગનાએ આપી અપડેટ

top-news
  • 16 May, 2024

કંગના રનૌત માટે "અચ્છે દિન"ની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષની શરૂઆતમાં જ તેને સારી ફિલ્મની ઓફર મળી , આ ફિલ્મનું નામ 'ઇમરજન્સી' જણાવવામાં આવ્યું છે. તેણી સાથે તેને લોકસભાની ચુંટણી માટે ટિકિટ પણ મળી . તે હિમાચલ પ્રદેશના મંડી બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી જંગના મેદાનમાં વ્યસ્ત છે.પરંતુ ચુંટણીના પરિણામ બાદ તેની ફિલ્મ રીલીઝ થશે.અભિનેત્રીએ ખુદ તેની ફિલ્મ 'ઇમરજન્સી' રિલીઝ કરવાની જાહેરાત કરીને જણાવ્યું કે તે 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 તેની સાથે જ પોસ્ટર પણ શેર કર્યું. આ ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે લાગે છે કે ચાહકોએ આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે. કંગના રનૌતે ફરી એકવાર તેની ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ટાળી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું- અમારું દિલ પ્રેમથી ભરેલું છે, જે પ્રકારનો પ્રેમ કંગના રનૌતને આજના સમયમાં મળી રહ્યો છે, તે આપણા બધા માટે જોવું ખૂબ જ સારી વાત છે. 



 તેની સાથે જ પોસ્ટર પણ શેર કર્યું. આ ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે લાગે છે કે ચાહકોએ આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે. કંગના રનૌતે ફરી એકવાર તેની ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ટાળી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કંગનાએ લખ્યું- અમારું દિલ પ્રેમથી ભરેલું છે, જે પ્રકારનો પ્રેમ કંગના રનૌતને આજના સમયમાં મળી રહ્યો છે, તે આપણા બધા માટે જોવું ખૂબ જ સારી વાત છે.

કંગનાએ આગળ લખ્યું, "કંગના હાલમાં તેના દેશની સેવામાં વ્યસ્ત છે. અને દેશ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા આ સમયે પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં મારી ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. અમે વચન આપીએ છીએ કે ફિલ્મની નવી રિલીઝ ડેટ સાથે ટૂંક સમયમાં અમે તમારી સામે આવીશું અને તમને નિરાશ નહીં કરીએ. તમે બધા જે પ્રકારનો સપોર્ટ કરો છો, એ કરતા રહો. ઇમરજન્સી ફિલ્મ જલ્દી રિલીઝ થશે."

કંગના રનૌતની આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર આધારિત છે. કંગનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ફિલ્મ 'ઇમરજન્સી' મારા દિલની ખૂબ નજીક છે. 'મણિકર્ણિકા' પછી આ મારી બીજી દિગ્દર્શિત ફિલ્મ હશે. આ મોટા બજેટ અને પીરિયડ ડ્રામા ફિલ્મ માટે અમારી પાસે ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ એકસાથે આવી છે. કંગના રનૌતે 'ઇમરજન્સી'ની રિલીઝ બે વાર મોકૂફ રાખી છે. અગાઉ આ ફિલ્મ 24 નવેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પછી કહેવામાં આવ્યું કે તે 14 જૂન 2024ના રોજ રિલીઝ થશે. હવે કંગના મંડી જિલ્લામાંથી ભાજપની ઉમેદવાર હોવાથી દેશની સેવા કરવી તેની ફરજ છે. તેથી, શક્ય છે કે કંગના ચૂંટણી પરિણામો આવ્યા પછી તેની ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરે. ચાહકો રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎