:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બોલિવૂડના કુલ મેન ધર્મેન્દ્ર ગુસ્સે ભરાયા: કેમેરામેનને ગુસ્સા સાથે કહ્યું- મને ખ્યાલ છે તમે મને શું બોલાવવા માંગો છો

top-news
  • 20 May, 2024

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વેટરન એક્ટર ધર્મેન્દ્ર તેમના કુલ અને મજાના સ્વભાવ માટે જાણીતા છે. ફિલ્મોમાં પોતાની મસ્તીમાં મસ્ત રહેનાર વ્યક્તિ તરીકેનું પાત્ર ભજવી ચુકેલા ધર્મેન્દ્ર રિયલ લાઈફમાં પણ ખૂબ જ કુલ છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે સારી એવી વાતો શેર કરતા રહે છે. જોકે સોમવારે ધર્મેન્દ્ર થોડા ગુસ્સામાં અને ઈરિટેટ થયેલા જોવા મળ્યાં હતા. ઉલ્લેખનીય છે કે સોમવારે ધર્મેન્દ્ર એક સ્કુલમાં વોટિંગ કરવા માટે ગયા હતા. વોટિંગ કરીને બહાર નીકળતા ધર્મેન્દ્રને એક કેમેરામેને સવાલ કર્યો હતો. તેના પગલે તેઓ ગુસ્સે થઈ ગયા હતા.
તેમણે કેમેરામેનના સવાલના જવાબમાં તેને જ ચેતવણી આપી દીધી હતી. વીડિયોમાં તેઓ બોલતા દેખઈ રહ્યાં છે કે "યાર અચ્છે શહેરી બનો, રઈસ બચ્ચે બનો, મા-બાપ સે પ્યાર કરો, આપકો માલૂમ હૈ જો આપ મુજસે કહેલવાના ચાહતે હૈ."

લોકસભા ચૂંટણીના આજે પાંચમાં તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે મતદાન છે. લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર 8 કરોડ 95 લાખથી વધુ મતદાતા 94732 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરીને પોતાનો પ્રતિનિધિ ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે જ મતદાન છે. 

પાંચમાં તબક્કાની 49 લોકસભા સીટો પર કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ પર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સૌથી ઓછી સીટો(49) પર મતદાન થવા જઈ રહ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎