:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

તો" દિલવાલે.." માં કોઇક બીજો હીરો લઈ લેવાયો હોત .. જ્યારે DDLJમાં કામ માટે શાહરૂખે નિર્માતાને 2 મહિના ટટાળાવ્યાં હતા

top-news
  • 21 May, 2024

દેશની બૉલીવુડ  ઇન્ડસ્ટ્રીમાં  વીર ઝરા', 'રબ ને બના દી જોડી', 'મોહબ્બતેં' જેવી આઇકોનિક ફિલ્મો આપનાર આદિત્ય ચોપરા આજે 21મી મેના રોજ પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા  છે. તેમણે ઇન્ડસ્ટ્રીની જ તે સમયની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી સાથે પ્રેમ લગ્ન કરી ગુહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો ત્યારબાદ   તેમણે  બૉલીવુડ માટે ઘણી આકર્ષક ફિલ્મો બનાવી, જે સદાબહાર બનીને ઊભરી છે. જેમાંથી જ એક ફિલ્મ  છે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેમાં શાહરૂખ ખાન અને કાજોલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. 

'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' 29 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મનું દરેક ગીત આજે પણ સાંભળવા મળે છે. માત્ર ગીતો જ નહીં, 'જા સિમરન જા જી લે અપની ઝિંદગી..' જેવા અનેક સંવાદો પણ એવરગ્રીન છે, જે આજે પણ લોકોના હોઠ પર છે. આ ફિલ્મ આદિત્ય ચોપરાએ ડિરેક્ટ કરી હતી. આ તેની પ્રથમ નિર્દેશિત ફિલ્મ હતી. હવે તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે શરૂઆતમાં શાહરુખે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' કરવાની ના પાડી દીધી હતી. આ પછી તેણે શાહરૂખને 2 મહિના સુધી મનાવ્યો.



આદિત્યએ 1995માં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે તે શાહરૂખને 'ડર'ના સેટ પર મળ્યો હતો. આ દરમિયાન બંને ખૂબ જ ગાઢ મિત્રો બની ગયા. ત્યારે આદિત્યએ નક્કી કર્યું હતું કે તે પોતાની પહેલી ફિલ્મમાં શાહરૂખને કાસ્ટ કરશે. તેણે આ વાત શાહરૂખને પણ કહી હતી. શાહરૂખ પણ તે સમયે ઈન્ડસ્ટ્રીમાં નવો હતો. તેણે વિચાર્યું કે આદિત્ય તેના માટે એક એક્શન ફિલ્મ બનાવશે.

પરંતુ જ્યારે આદિત્યએ શાહરૂખને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ની વાર્તા સંભળાવી ત્યારે તે તેનાથી પ્રભાવિત થયો નહોતો. કારણ કે DDLJ એવી ફિલ્મ નહોતી જે શાહરૂખ ઇચ્છતો હતો. આ સાથે આદિત્યએ તેને એમ પણ કહ્યું કે તેની આંખોમાં કંઈક છે, જે માત્ર એક્શન પર વેડફી ન શકાય. શાહરૂખ ફિલ્મની વાર્તાથી પ્રભાવિત થયો નહોતો. પણ તેને ના કહેવાની પણ ખબર ન હતી. આ કારણે આદિત્ય 2 મહિના સુધી શાહરૂખને મનાવવા માટે તેની ફિલ્મના સેટ પર જતો રહ્યો.

પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે આદિત્યની ધીરજ ખૂટી ગઈ. તેણે શાહરૂખને કહ્યું, “જો તમે ફિલ્મ કરવા માંગતા ન હોવ તો કોઈ વાંધો નથી. પરંતુ 'પ્રેમ કથાઓ' માટે તમારા દરવાજા કાયમ માટે બંધ ન કરો. કારણ કે આ દેશમાં કોઈ તો જ સુપરસ્ટાર બની શકે છે જો તે માતાનો દીકરો હોય કે બહેનનો ભાઈ હોય અને તમારા કોઈ ચાહકે તમને કહ્યું કે તે તમને ખૂબ પસંદ કરે છે. પણ દરેક ફિલ્મમાં તું મરી જાય એ તેમને પસંદ નથી." આ પછી જ્યારે આદિત્ય શાહરૂખને મળ્યો ત્યારે તેણે ફિલ્મ માટે મંજૂરી આપી દીધી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎