:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશનું નામ થયું રોશન : FTIIના ચિદાનંદ એસ નાઈકની 16 મિનિટની ટૂંકી લોકકથા પર આધારિત ફિક્શન ફિલ્મને લા સિનેફ પ્રાઈઝ

top-news
  • 24 May, 2024

તાજેતરમાં ફ્રાન્સના કાન્સ શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ , આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશથી ખાસ કલાકારોને આમંત્રિત કરવામાં આવતા હોય છે. , જેમાં ભારતની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી પણ દર વર્ષે અનેક હસ્તીઓને ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે.હાલમાં યોજાયેલ  પ્રતિષ્ઠિત વાર્ષિક ફિલ્મ ફેસ્ટીવલ હાલ ફિલ્મ અને ફેશન જગતમાં ચર્ચાનો વિષય છે.

જેનું એક માત્ર કારણ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો', હા આ એક શોર્ટ ફિલ્મને FTII ની ભારતીય વિદ્યાર્થીનીને ગુરુવારે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ શોર્ટ માટે લા સિનેફનું પ્રથમ ઇનામ મળ્યું છે.ચિદાનંદે આ શોર્ટ ફિલ્મ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેઓએ ચાર દિવસમાં ફિલ્મ બનાવી છે. વધુમાં કહ્યુ કે " મને મૂળભૂત રીતે આ ફિલ્મ ન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. " તે દેશના કર્ણાટક રાજ્યની લોકકથાઓ પર આધારિત છે.



આ એવી વાર્તાઓ છે જેની સાથે અમે મોટા થયા છીએ, તેથી હું બાળપણથી જ આ વિચારને લઈને મોટો થયો ."કન્નડ ભાષાની આ ફિલ્મની વાર્તા એક લોકકથા પર આધારિત છે. ફિલ્મમાં એક વૃદ્ધ મહિલાની મરઘીની ચોરીને કારણે તેનું ગામ કાયમ માટે અંધકારમાં ડૂબી જાય છે. આ ફિલ્મને એવોર્ડની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. જ્યુરીમાં કુલ પાંચ સભ્યો હતા અને બેલ્જિયમ અભિનેત્રી લુબના અજાબલે જ્યુરીની અધ્યક્ષતા કરી હતી.

ફિલ્મ ડાયરેક્ટર ચિદાનંદ એસ નાઈકેએ MBBSની ડિગ્રી પૂર્ણ કર્યા પછી થોડો સમય મેડિકલ પ્રેક્ટિસ કરી હતી ત્યાર બાદ તેઓ ફિલ્મ નિર્માણ તરફ વળ્યા હતા. નાઈકે કહ્યું, “જ્યારે મેં આ પગલું ભર્યું ત્યારે મારા માતા-પિતા મારાથી ખૂબ નારાજ હતા. પરંતુ હવે પાંચ વર્ષ પછી હું તેમના સમર્થનથી અહીં છું.”

ફિલ્મનું શૂટિંગ પૂણેમાં થયું હતું. નાઈકે બંજારા સાહિત્ય પરના તેમના સંશોધનમાંથી 12 મિનિટની ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી જે ગયા વર્ષે ઈન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. ફિલ્મનું નામ હતું ‘ભૂલ ચૂક ટૂલ્સ’.