:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અનસૂયા સેનગુપ્તા બની શ્રેષ્ઠ અભિનેત્રી : 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ 'શેમલેસ' માટે મળ્યો પુરસ્કાર

top-news
  • 25 May, 2024

આ વર્ષેની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 77મી આવૃત્તિ ભારત માટે ઘણી યાદગાર સાબિત થઈ છે. આ વર્ષે ભારતના વિવિધ કલાકારોને અલગ અલગ કેટેગરીમાં સર્વોત્તમ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષે આ ઈવેન્ટનું આયોજન 14મી મેથી 25મે દરમિયાંન કરવામાં આવ્યું હતું. આજે તેનું સમાપન થશે . 

ડાયરેક્ટ શ્યામ બેનેગલની ફિલ્મ મંથનને રિલીઝના લગભગ 48 વર્ષ પછી આ ફેસ્ટિવલમાં દેશની ફિલ્મને સ્પેશિયલ સ્ક્રિનિંગ મળ્યું હતું અને રેડ કાર્પેટ પર અનેક સેલિબ્રિટી અને ઇન્ફ્યુએન્સર્સ જોવા મળ્યા. આ વર્ષે ભારતીય ફિલ્મો અને કલાકારોને ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. એવામાં એક ભારતીય અભિનેત્રીને કાન્સ 2024માં શ્રેષ્ઠ અભિનય ક્ષમતાનો પરિચય આપીને એવોર્ડ મેળવ્યો હતો.જેમાં આ 77માં  કાન્સફિલ્મ ફેસ્ટિવલમાં કોલકાતાની અનસૂયા સેનગુપ્તાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવી ઈતિહાસ રચ્યો છે. 

મૂળ કોલકાતાની રહેવાસી અનસૂયા સેનગુપ્તાએ મુંબઈમાં પ્રોડક્શન ડિઝાઇનર તરીકે પોતાની ઓળખ બનાવી છે. તે હાલમાં ગોવામાં રહે છે. તેણે ઓટીટી પરના શો 'મસાબા મસાબા'નો સેટ ડિઝાઇન કર્યો હતો.. અનસૂયાએ જાદવપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તે આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય બની છે. તેને આ એવોર્ડ ફિલ્મ 'શેમલેસ' માટે મળ્યો છે, જેનું નિર્દેશન બલ્ગેરિયન ફિલ્મમેકર કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા કરવામાં આવ્યું છે.



અનસૂયા સેનગુપ્તાને કાન્સફિલ્મ ફેસ્ટિવલના અન સર્ટન રિગાર્ડ સેગમેન્ટમાં બેસ્ટ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. એવોર્ડ જીત્યા પછી, અનસૂયાએ કહ્યું, "બધા માટે સમાનતા માટે લડવા માટે તમારે સમલૈંગિક હોવું જરૂરી નથી. આપણે ફક્ત ખૂબ જ સંસ્કારી માણસો બનવાની જરૂર છે.'' આ સાથે, તેણે આ જીત માટે ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોનો આભાર પણ માન્યો.

અનસૂયા સિવાય બે ભારતીય ફિલ્મો 'સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો' અને 'બન્નીહૂડ' એ પણ આ વર્ષના  કાન્સ ફેસ્ટિવલમાં 'લા સિનેફ સિલેક્શન'માં પ્રથમ અને ત્રીજું સ્થાન મેળવ્યું છે. 'સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો' એક કન્નડ શોર્ટફિલ્મ છે, જેનું દિગ્દર્શન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થી ચિદાનંદ નાઇક દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે 'બન્નીહૂડ'નું નિર્દેશન મેરઠની રહેવાસી અને યુકેમાં અભ્યાસ કરતી માનસી મહેશ્વરીએ કર્યું છે.

કોલકાતાની અનસૂયા સેનગુપ્તા ને ધ શેમલેસમાં તેની એકટિંગ માટે બેસ્ટ એક્ટ્રેસનો અન સર્ટન રિગાર્ડ પ્રાઈઝ જીત્યો છે. બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા દિગ્દર્શિત અને લખાયેલી આ ફિલ્મ છે, જેમાં અનસૂયા રેણુકાની એકટિંગમાં જોવા મળી છે, જે પોલીસ અધિકારીની હત્યા કર્યા પછી દિલ્હીના વેશ્યાગૃહ  માંથી ભાગી જાય છે. આ ફિલ્મમાં ઓમારા શેટ્ટી પણ છે, જે રેણુકાની પ્રેમિકા છે.

ધ કોલકાતા સાથેના એક ઇન્ટરવ્યૂમાં, અનસૂયાએ યાદ કર્યું જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેની ફિલ્મ કાન્સના અન સર્ટેન રીગાર્ડ માટે લિસ્ટેડ થઇ છે. તેણે કહ્યું કે, “મને ન્યુઝ મળ્યા જ્યારે કોન્સ્ટેન્ટિને મને કાન્સ ઓફિશ્યલ સિલેકશનની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સની લિંક મોકલી હતી. જ્યારે અમારી ફિલ્મના નામની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે મારી ખુશીનો પાર નહતો.”