:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અનંત-રાધિકા બીજા પ્રિ -વેડિંગ ફંક્શન માટે તૈયાર: આ ખાસ ઈવેન્ટ ઈટાલી અને ફ્રાન્સમાં 29મીએ વેલકમ લંચ થીમ સાથે શરૂ થશે

top-news
  • 27 May, 2024

દેશના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણી અને તમનો પરિવાર કાયમ ચર્ચામાં હોય છે. કારણ પછી ગમે તે હોય ..!!! બિઝનેસ,ક્રિકેટ કે પછી લગ્ન,પ્રસંગોની ઉજવણી .. એમના સમાચારો આવતા જ હોય છે. હજી થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત-રાધિકાના લગ્નની ઘોષણા થઈ ત્યારબાદ તેમની પ્રિ-વેડિંગ સેરેમનીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. અંબાણીના પરિવારજનો તેમજ નજીકના સંબંધીઓ ક્યારે  તેમના લગ્નની તારીખની ઘોષણા થશે એવી રાહમાં હતા , એવામાં વધુ એક સેરેમનીના આયોજનના સમાચાર સામે આવતા સહું કોઈને સુખદ આશ્ચર્ય  થયું છે. 

હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે લગ્ન પહેલા અંબાણી પરિવાર આ કપલ માટે વધુ એક પ્રી-વેડિંગ ફંક્શન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. કપલના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું છે, જેમાં સૌથી ઉપર લખ્યું છે, 'La Vite E Un Viaggio' જેનો અર્થ થાય છે 'જીવન એક સફર છે', કાર્ડમાં લખવામાં આવ્યું છે કે આ પ્રી-વેડિંગ ઈવેન્ટ ઈટાલી અને ફ્રાન્સમાં યોજાશે.આ પ્રી-વેડિંગ ફંક્શન બુધવાર, 29 મે, 2024થી શરૂ થશે. મહેમાનોને ઇટાલીમાં સિસિલીના શહેર પાલેર્મો ખાતેથી ઓન-બોર્ડ કરવામાં આવશે. ત્યાબાદ તેઓને વેલકમ લંચ આપવામાં આવશે. બીજી પ્રી-વેડિંગ ઈવેન્ટ 4 દિવસની હશે.



અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન 29 મેના રોજ વેલકમ લંચ થીમ સાથે શરૂ થશે. પછી સાંજની થીમ "Starry Night" છે. બીજા દિવસની થીમ "A Roman Holiday" છે. જેનો ડ્રેસ કોડ છે 'Tourist Chic'. 30મી મેના રાતની થીમ "La Dolce Far Niente" છે અને ત્યારબાદ સવારે 1 વાગ્યે "Toga Party" છે. ત્રીજા દિવસની થીમ છે "V Turns One Under The Sun," "Le Masquerade," અને "Pardon My French." છે શનિવારની થીમ "La Dolce Vita" હશે જેમાં ઈટાલિયન સમરનો ડ્રેસ કોડ હશે.

જો રિપોર્ટ્સનું માનીએ તો બોલીવુડ અને બિઝનેસ જગતની ઘણી જાણીતી હસ્તીઓ પણ આ બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી શકે છે. આ સેલિબ્રેશનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, બચ્ચન અને કપૂર પરિવાર ઉપરાંત ઘણા મોટા બિઝનેસમેન ભાગ લઈ શકે છે. ફંક્શનમાં 800 મહેમાનો સામેલ થઈ શકે છે અને તેમને અટેન્ડ કરવા માટે 600 લોકોનો સ્ટાફ હશે.



જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો બંનેના લગ્ન લંડનમાં મુકેશ અંબાણીના 'સ્ટોક્સ પાર્ક એસ્ટેટ' અથવા મુંબઈમાં 'જિયો વર્લ્ડ સેન્ટર'માં થઈ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે  આ બધી વહેતી વાતો વચ્ચે લગ્નને લઈને અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.