:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

"અપ્પુ રાજા" લઈને આવે છે બિગ ફિલ્મ: ત્રણ દાયકા પહેલા રીલિઝ થયેલ ફિલ્મ ઈન્ડિયનની સિક્વલ બનાવવા કર્યું છે 250 કરોડનું રોકાણ

top-news
  • 28 May, 2024

એક સમયના સાઉથના સુપર સ્ટાર ફરી એકવાર  69 વર્ષની ઉંમરે બૉલીવુડમાં પોતાની એક્ટિંગનો દમ બતાવવા આવી રહ્યા છે પોતાની નવી ફિલ્મ ઇંડિયન-2 લઈને, તે  ઇંડિયનની સિકવલ છે. ચાહકોને આ ફિલ્મને લઈને પુષ્કળ ઉત્સાહ છે. જેનું એક માત્ર કારણ અભિનેતા કમલ હસન છે. જેમણે પોતાની અલગ અને દમદાર એકટિંગથી દર્શકોમાં પોતાનું એક આગવું સ્થાન નિર્માણ કર્યું છે. 

 પ્રાપ્ત સમાચાર મુજબ જુલાઇ 2024માં આવી રહેલી કમલ હાસનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈન્ડિયન બનાવવા માટે ઘણાં પૈસાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કમલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ત્રણ દાયકા પહેલા રીલિઝ થઈ ત્યારે તેણે ધૂમ મચાવી હતી. તેથી હવે આ ફિલ્મની સિક્વલ પણ તેટલીજ ધૂમ મચાવશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી . જેની  ફેન્સ ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોઇ રહયા છે .

 દુનિયા સાઉથના સુપરસ્ટાર કમલ હાસન માટે પાગલ છે. ચાહકોને તેની ભૂમિકામાં ખૂબ જ રસ છે. કમલ હાસને પોતાના કરિયરમાં એક્ટિંગના દમ પર ઘણું નામ કમાવ્યું છે. તેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું છે. 69 વર્ષની ઉંમરે, અભિનેતા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને તેની ફિલ્મો ખૂબ કમાણી કરી રહી છે. હવે કમલ હાસનની ઈન્ડિયન 2 આવવા જઈ રહી છે. આ ફિલ્મ તેની 1996ની બ્લોકબસ્ટર ફિલ્મ ઈન્ડિયનની સિક્વલ છે. દેશભરના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ રીલિઝના એક મહિના પહેલા તેની સ્ટોરી પર એક મોટો સંકેત મળ્યો છે.



ફિલ્મની વાર્તામાં, કમલ હાસન સેનાપતિ નામના ભૂતપૂર્વ સ્વાતંત્ર્ય સેનાનીના રોલમાં જોવા મળશે અને પહેલા ભાગની જેમ તે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખશે. આ વખતે ફિલ્મમાં તે એક યુવાન છોકરાને સપોર્ટ કરતો જોવા મળશે જે ઓનલાઈન વીડિયો દ્વારા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે. આ ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ આ યુવાન છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં આ અપડેટ એક રિપોર્ટ પર આધારિત છે. આમાં કેટલું સત્ય છે તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

ઈન્ડિયન 2 ફિલ્મની વાત કરીએ તો તેમાં કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 12 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કમલ હાસન 2 મહિનામાં બે મોટી ફિલ્મો લઈને આવવાના છે. સૌ પ્રથમ, અભિનેતા પ્રભાસની ફિલ્મ કલ્કી 2899 એડીમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ પછી, તે ફિલ્મ ઇન્ડિયન 2 દ્વારા દર્શકોને પ્રભાવિત કરવા માટે તૈયાર છે.

અત્યારે પણ કમલ હાસનની ફિલ્મો સારી કમાણી કરે છે. તેની ફિલ્મ વિક્રમ વર્ષ 2022માં રિલીઝ થઈ હતી. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન 500 કરોડ રૂપિયાથી વધુ હતું. આવી સ્થિતિમાં, ફિલ્મ ઇન્ડિયન 2 એ તેનાથી પણ મોટા કેનવાસ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મથી કમલ હાસન બોક્સ ઓફિસ પર એવી ધમાલ મચાવી શકે છે કે તે વર્ષો સુધી યાદ રહેશે. આવું જ કંઈક તેની ફિલ્મના પહેલા ભાગમાં પણ જોવા મળ્યું હતું.