" સ્ત્રી " ફરીથી આવી રહી છે " પુષ્પા " સાથે હરીફાઈ કરવા ... 15મી ઓગસ્ટના અવસર પર ઘણી ફિલ્મો સામ-સામે ટક્કર લેવા જઈ રહી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14062024_094904_X4r6Jl2p-Stree-2-and-Pushpa-2-1200x900.webp)
- 14 Jun, 2024
15મી ઑગસ્ટ દેશના ફિલ્મ નિર્માતાઓ માટે કાયમ શુભ દિવસ હોય છે. આ દિવસે તેમની ફિલ્મો રિલીઝ કરવા માટે યોગ્ય દિવસ બની જતો હોય છે. દર વર્ષે આ પ્રસંગે અનેક નિર્માતાઓ પોતાની ફિલ્મો રીલીઝ થવાની રાહ જોતાં હોય છે. આવનારી 15મી ઓગસ્ટ 2024ના દિવસે પણ એક સાથે અનેક ફિલ્મો બોકસ ઓફિસ પર આવવાનાર છે,
જેમાં હવે શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 ની સાથે પુષ્પા 2 , જ્હોન અબ્રાહમની ફિલ્મ વેદ આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ પણ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. દરેક ફિલ્મની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે જ.બોક્સ ઓફિસ દર અઠવાડિયે કોઈને કોઈ ફિલ્મ રીલીઝ કરતી જ હોય છે , પરંતુ તહેવારનો સમય હોય તો સમજી લેવું કે ફિલ્મોનો સામસામે ટક્કર નિશ્ચિત છે. એવી ઘણી ફિલ્મો છે જેમાં મોટી સ્ટારકાસ્ટ હોય છે.
હવે 15મી ઓગસ્ટ 2024ના અવસર પર ઘણી ફિલ્મોની ટક્કર થવા જઈ રહી છે. તાજેતરમાં, અજય દેવગણે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિંઘમ 3 ની રિલીઝ મોકૂફ રાખી છે. તેની ફિલ્મ પણ અગાઉ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેઓ દિવાળી પર આ મલ્ટીસ્ટારર ફિલ્મ લાવશે. દરમિયાન, જ્યારે અજય દેવગણે તેની ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી છે, ત્યારે શ્રદ્ધા કપૂર પણ તેની ફિલ્મ સ્ત્રી 2 15 ઓગસ્ટે રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ફિલ્મની જાહેરાત કરતી વખતે મેકર્સે લખ્યું- આ સ્વતંત્રતા દિવસ, સ્ત્રી ફરી આવી રહી છે. 15 ઓગસ્ટ 2024. આજથી મુંજ્યા ફિલ્મની સાથે, તમે સૌ સ્ત્રી 2 ફિલ્મનું ટીઝર પણ જોઈ શકો છો. આ ફિલ્મનો પહેલો ભાગ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ એક હોરર-કોમેડી ફિલ્મ હતી. શ્રદ્ધા કપૂર સિવાય રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના જેવા સ્ટાર્સ તેમાં સામેલ થયા હતા. આ વખતે તમન્ના ભાટિયાએ પણ ફિલ્મમાં એન્ટ્રી કરી છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ મજબૂત છે અને ચાહકો લાંબા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા. હવે રાહ પૂરી થઈ છે અને ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. પહેલા પાર્ટે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ 100 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કરવામાં સફળ રહી હતી.
લોકો પહેલેથી જ 15મી ઓગસ્ટે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ પણ 15 તારીખે રિલીઝ થઈ રહી છે. આ તારીખ જબરદસ્ત ક્લેશ બની રહી છે કારણ કે એક જ દિવસે વધુ બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ વેદ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ માટે તૈયાર છે. આ સિવાય હવે શ્રદ્ધા કપૂરે પણ પોતાની ફિલ્મની રિલીઝ આ તારીખે જ રાખી છે. અર્થ સ્પષ્ટ છે. દરેક જગ્યાએ અને બોક્સ ઓફિસ પર સરસ મજાની ટક્કર થશે.