:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કેન્સરની સારવાર લેતી અભિનેત્રી કહે છે કે 'શો મસ્ટ ગો ઓન': પહેલા કીમો સેશન બાદ તરતજ કામ પર પરત ફરી અભિનેત્રી

top-news
  • 16 Jul, 2024

ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હિના ખાને હમણાં થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોમ પરથી પોતાની તબિયત   અંગે પ્રાથમિક જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતું કે હાલ તેને પોતાના શારીરિક સ્વાસ્થ્ય સામે જંગ લડી રહી છે,વધુમાં  તેણે જણાવ્યું કે મારા પ્રત્યે પ્રેમ અને કાળજી રાખનારા તમામ લોકો સાથે કેટલાક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું.

હું ત્રીજા તબક્કાનું સ્તન કેન્સરની સારવાર લઈ રહી છુ.  છતાં, હું બધાને કહેવા માંગુ છું કે હું ઠીક છું. હું આ રોગને દૂર કરવા માટે મજબૂત, સંકલ્પબદ્ધ અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે, અને હું આમાંથી વધુ મજબૂત બનવા માટે શક્ય તેટલું બધું કરવા તૈયાર છું.મને તમારા આશીર્વાદ અને શુભેચ્છાની જરૂર છે. હું જલ્દીથી તમારી સાથે અને પાસે આવીશ. 

તાજેતરના આ દિવસોમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી તે પસાર થઈ રહી છે. પરંતુ તેના ચહેરાની ચમક પહેલા જેવી જ છે. તેની હિમત હજુ પહેલાંની જેમ કાયમ છે. બીમારીની જાણ થતાં જ તેણે તરત જ સારવાર શરૂ કરી દીધી હતી અને હાલમાં તેની કીમોથેરાપીનું પહેલું સેશન પણ પૂર્ણ થઈ ગયું છે તેથી તેની ફરીથી કામે લાગી ગઈ છે.


પોતાના શૂટિંગ માટે તૈયાર થઇ તી વેળાએ તેને એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેના શરીર પર કીમો સેશનના નિશાન પણ દેખાઇ રહયા છે. આ વીડિયોમાં હિના કહે છે, “પહેલા કેમો સેશન પછી આ મારું પહેલું શૂટ છે. હું શક્ય તેટલું ટાંકાનાં નિશાન છુપાવવાનો પ્રયાસ કરી રહી છું.” શૂટિંગ માટે તૈયાર થતી વેળાએ તેણે ટાંકા છુપાવવાનો પ્રયન્ત કર્યો અને તે સમયે તેને થોડો દુખાવો થતા તે થોડી ચિંતિત થઈ હતી.

પરંતુ ત્યારબાદ તે સામાન્ય થઈને કામે લાગીને પોતાના મેકઅપ આર્ટિસ્ટ સચિનને કહ્યું કે તેણી હાર માનશે નહીં ,કામ કરતી જ રહેશે કારણ કે સચિન હમેશા કહે છે કે અમે હાર માનીશું નહીં અને 'શો મસ્ટ ગો ઓન'. વધુમાં હિના ખાને કહ્યું હતું કે આ તો ફક્ત પહેલુંજ કીમોથેરાપીનું સેશન થયું છે બીજા હજી બાકી છે.   

વાઇરલ વીડિયોમાં હિના કહે છે, “અમે લડીશું, શૂટિંગ ચાલુ રાખીશું, સખત મહેનત કરીશું. અને અમે ચોક્કસ જીતીશું.” શૂટિંગ બાદ હિના ખાન તેની માતા સાથે સમય વિતાવતી રહી છે. કારણ તેની માતાને તેના કેન્સરની જાણ થઈ ત્યારે તેની હાલત ખૂબ ખરાબ થઈ હતી.