:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

દર્શકોની આતુરતાનો આવ્યો અંત, સ્ટ્રી-2 નું ટ્રેલર રીલીઝ : જાણો આ ફિલ્મ દર્શકોને ડરાવશે કે હસાવશે, 15 ઓગસ્ટ માટે અત્યારથી કરાવો બુકિંગ

top-news
  • 18 Jul, 2024

લાંબા સમયથી દર્શકો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે હોરર-કોમેડી ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે.  જેને લઈને દર્શકોમાં પુષ્કળ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હા, બરાબર તમે સમજ્યા અહી વાત થઈ રહી છે ફિલ્મ સ્ટ્રી-2ની. આ ફિલ્મમાં શ્રધ્ધા કપૂરની સાથે રાજકુમાર રાવ,પંકજ ત્રિપાઠી , અને અપારશક્તિ ખુરાના જેવા અભિનેતા કામ કરી રહયા છે.

ફિલ્મનું ટ્રેલર મનોરંજક હોવાથી દર્શકો હસી હસીને લોથપોથ થઈ જશે. . ફિલ્મનું આ ટ્રેલર જોયા બાદ લોકો તેને થિયેટરોમાં જોવા માટે ઉત્સુક બની સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફિલ્મ 'સ્ત્રી 2'ના ટ્રેલરમાં આ વખતે ચંદેરીમાં જેના આતંકથી ડરનો માહોલ ફેલાયો છે તે કોઈ સ્ટ્રી નથી પરંતુ એક ભૂત છે,જે આ ફિલ્મના  ટ્રેલરની શરૂઆત પંકજ ત્રિપાઠીના વોઈસ ઓવરથી થાય છે. તે કહે છે, "મહિલા ગઈ છે અને ચંદેરી પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કે તે મહિલા જશે કે તરત જ તે આવશે." પછી રાજકુમાર રાવ પૂછે છે કે કોણ આવશે. જવાબ મળે છે કે જેણે સ્ત્રીને બનાવી છે તે જ આવશે. પછી કાપેલા માથાના આતંક સાથે એક ભયાનક દ્રશ્ય દેખાય છે.




પછી બધા કલાકારો એક પછી એક દાખલ થાય છે. આ ટ્રેલરમાં એવી પંચલાઈન્સ છે, જે તમારા ચહેરા પર સ્મિત લાવશે. જેમકે જ્યારે રાજકુમાર રાવ પૂછે છે કે અમે કાપેલા માથા વિશે શું જાણીએ છીએ, ત્યારે એક વ્યક્તિ જવાબ આપે છે કે કાપેલા માથા વાળનું માથું કાપી  નાખવામાં આવ્યું છે. ગામમાં માથું કાપેલાનો આતંક ફેલાયો છે. તેવા સમયે ગામના લોકો તેને ભગાડવાની જવાબદારી રાજકુમાર રાવને આપે છે.સ્ટ્રી લોકોને ભૂતના આતંકથી બચાવી રહી છે, એવું બતાવવામાં આવ્યું છે.

વધુમાં આ ટ્રેલર પરથી જાણવા મળે છે કે તમન્ના ભાટિયા ફિલ્મમાં એક આઈટમ સોંગ કરવા જઈ રહી છે.ફિલ્મ 'સ્ત્રી 2'નું ટ્રેલર જોયા બાદ એક યુઝરે લખ્યું છે કે, 'સ્ત્રી, પ્લીઝ જલ્દી આવો.' જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, 'આ વખતે આ ફિલ્મ 200 કરોડને પાર કરી સુપર-ડુપર બનવા જઈ રહી છે.'  જો કે, 'સ્ત્રી'નો પહેલો ભાગ બ્લોકબસ્ટર સાબિત થયો છે, હવે જોવાનું એ રહે છે કે બીજો ભાગ કેટલો આકર્ષક હશે. 

ફિલ્મ 'સ્ત્રી' વર્ષ 2018માં રિલીઝ થઈ હતી જેને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો , જ્યારે હવે આ ફિલ્મની સિક્વલ એટલે કે 'સ્ત્રી 2'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અને આખરે ફિલ્મ 'સ્ત્રી 2' 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની નિર્દેશન અમર કૌશિક દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ 'સ્ત્રી 2' રીલીઝ સાથે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ખેલ ખેલ મેં' અને જોન અબ્રાહમની ફિલ્મ 'વેદા' સાથે ટકરાશે.