:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગ્લોબલ સ્ટાર રામ ચરણને મળ્યું ગેસ્ટ ઓફ ઓનરનું સન્માન : જાણો કોને મળે છે આ સન્માન અને શાં માટે આપવામાં આવે છે તે ..

top-news
  • 20 Jul, 2024

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નની 15મી આવૃત્તિ માટે ગ્લોબલ સ્ટાર રામ ચરણને ગેસ્ટ ઓફ ઓનર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રામ ચરણ , એક દક્ષિણ ભારતના પ્રખ્યાત ફિલ્મ પરિવારમાં જન્મેલા, મેગા સ્ટાર ચિરંજીવીના પુત્ર છે.જેમણે બૉલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા પોતાનું આગવું સ્થાન નિર્માણ કર્યું છે, તેમનામાં ઍક્ટિંગની એક આગવી કળા રહેલી છે અને તેને કારણે તેમની અનેક ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

તેમણે પોતાના અભિનયથી સમગ્ર ફિલ્મ ઇન્ડટ્રીના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે , રામચરણ ભારતીય સિનેમાના આ પ્રતિષ્ઠિત વાર્ષિક ઉત્સવમાં હવે તેમની સ્ટાર પાવર ઉમેરવા જઈ રહ્યા છે. ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નએ વિક્ટોરિયન રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત સત્તાવાર ફિલ્મ ફેસ્ટિવલ છે જે આ વર્ષે 15 થી 25 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. 

રામ ચરણની ફિલ્મ RRR એ બોક્સ ઓફિસના બધાજ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેની સાથે ફિલ્મનું ગીત ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું , જે મૂળ ગીત "નાટુ નાટુ  " હતું તે ગીતે ભારતને ઓસ્કાર જીતીને ગૌરવ અપાવ્યું. રામચરણની નોંધપાત્ર એક્ટિંગની કારકિર્દીએ તેનો મોટો પ્રભાવ ભારતીય સિનેમા પર છોડ્યો છે તેમની આ ઉપલબ્ધીઓ અને સિદ્ધિઓને કારણે દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમનું મોટું નામ છે.તેમનું અને તેમના પરિવારનું ભારતીય સિનેમામાં યોગદાન અસાધારણથી ઓછું નથી . વળી IFFM ખાતે તેમની હાજરી તેમના અવિશ્વસનીય ગૌરવ અને ભારતીય સિનેમામાં અપાર યોગદાનને દર્શાવે છે. 

ગેસ્ટ ઓફ ઓનરનું સન્માન આપવા ઉપરાંત, ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમ્બેસેડર ઓફ ઈન્ડિયન આર્ટસ એન્ડ કલ્ચર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે. આ ઉત્સવમાં તેમની પ્રતિષ્ઠિત ફિલ્મોનું પણ આયોજન કરવામાં આવશે અને આ રીતે ફિલ્મ ઉદ્યોગમાં તેમની નોંધપાત્ર સફરની ઉજવણી પણ કરાશે.આ ફેસ્ટિવલમાં ભાગ લેવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કરતાં રામ ચરણે કહ્યું , “ મને મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવાનું ખૂબ જ સન્માન છે , જે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતીય સિનેમાની વિવિધતા અને સમૃદ્ધિની ઝલક બતાવે છે.



અમારા ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરવું અને વિશ્વભરના પ્રશંસકો અને સિનેફિલ્સ સાથે જોડાવું એ મારો એક વિશેષાધિકાર છે. RRR ની સફળતા અને તેને વિશ્વભરમાંથી મળેલો પ્રેમ જબરજસ્ત રહ્યો છે , અને મેલબોર્નમાં પ્રેક્ષકો સાથે આ ક્ષણ શેર કરતાં હું રોમાંચિત અનુભવું છું. હું મેલબોર્નમાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની આ અદ્ભુત તકની કેટલાય દિવસોથી રાહ જોઈ રહ્યો છું. ,
 
IFFM ફેસ્ટિવલ ડિરેક્ટર, મીતુ ભૌમિક લેંગ જણાવ્યું હતું કે , “ IFFM ની 15મી આવૃત્તિમાં રામ ચરણની હાજરી ઉત્સાહ અને પ્રતિષ્ઠામાં  વધારો કરશે. RRR માં તેમના કામે માત્ર નવા ધોરણો જ સ્થાપિત કર્યા નથી , પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એક પ્રભાવશાળી અભિનેતા તરીકે તેમનું સ્થાન પણ મજબૂત કર્યું છે. અમે તેમને મેલબોર્નમાં આવકારતાં આનંદ અનુભવીએ છીએ અને ફેસ્ટિવલમાં પ્રેક્ષકો સાથે તેમની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આતુર છીએ. ,

મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલની 15મી આવૃત્તિ એક અવિસ્મરણીય ઘટના બનવા જઇ રહી છે.જેમાં રામ ચરણની હાજરી ઉત્સાહ અને ભવ્યતામાં વધારો કરશે. આ ઉત્સવ તેના ઐતિહાસિક 15મા વર્ષની ઉજવણી સમગ્ર ભારત અને ભારતીય ઉપખંડમાંથી ફિલ્મો સાથે ખૂબ જ ગર્વ સાથે કરવા માટે તૈયાર છે. IFFM એ બહુવિધ એવોર્ડ વિજેતા ફિલ્મ ફેસ્ટિવલ છે જે દક્ષિણ ગોળાર્ધમાં ભારતીય સિનેમાની સૌથી મોટી ઉજવણી છે.

રામ ચરણ તેના આગામી પ્રોજેક્ટ્સ કિયારા અડવાણી સાથે ગેમ ચેન્જર , જાહ્નવી કપૂર સાથે આરસી 16 અને પુષ્પા દિગ્દર્શક સુકુમાર દ્વારા નિર્દેશિત આરસી 17 માટે તૈયાર છે .