:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બૉલીવુડની પ્રખ્યાત અભિનેત્રી-ક્લાસિકલ ડાન્સર સોસીયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ જાણો કોણ છે જે ચાહકોને નચાવી રહી છે પોતાના મેશઅપ ગીતના તાલ પર

top-news
  • 22 Jul, 2024

બૉલીવુડની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત કાયમ સોશિયલ મીડિયામાં અપડેટ રહેતી હોય છે.  એક સમયે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરી દીક્ષિતે તેના અભિનયથી લઈને તેના નૃત્ય સુધી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. હાલ 57 વર્ષની માધુરી દીક્ષિત હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહી પોતાના  ચાહકો સાથે તેના સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં જ 'પુષ્પા 2'ના ગીતને લઈને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ માધુરીએ પુષ્પા-2 માં કઈક અલગ ફ્લેવર ઉમરીને તેમાં નવિનતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે તેના ડાન્સની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે. વાસ્તવમાં માધુરી દીક્ષિત ફિલ્મ 'પુષ્પા 2'ના એક ટ્રેન્ડિંગ ગીત અને મરાઠી ગીતને મૅશઅપ કરી તેના પર ડાન્સ કરતો વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. જેને તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. 
 
અભિનેત્રી માધુરી દીક્ષિતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં માધુરી દીક્ષિત ડાન્સ કરતી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે માધુરી દીક્ષિત 'પુષ્પા 2'ના ટ્રેન્ડિંગ ગીત અને મરાઠી ગીત 'લજરા ના સાઝર મુખડા'ના મૅશઅપ પર ડાન્સ કરી રહી છે. માધુરી દીક્ષિતે આ સાથે લખ્યું છે કે, જ્યારે શંકા હોય ત્યારે ખુલીને ડાન્સ કરો. માધુરી દીક્ષિતના આ ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેને ચાહકોએ લખ્યું છે, 'ડાન્સ એટલે માધુરી મેમ.' “તેમનાથી શ્રેષ્ઠ કોઈ ન હોઈ શકે.” 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત છેલ્લે મૂવી'ધ ફેમ ગેમ' જોવા મળી હતી. ત્યારબાદ તે વધારે ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં જોવા મળી હતી જેમાં તેની સાથે તેના પતિ અને પુત્ર પણ જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિતે લગ્નનો પોતાનો ડાન્સ વીડિયો શેર કર્યો છે. જે જોઈને કૉઈ પણ ન કહી શકે કે માધુરી હાલ 57 વર્ષની છે.