:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

‘પ્રિન્સ ઑફ ટોલિવૂડ’આપે છે કરોડોનું દાન : જાણો કોણ છે આ કર્ણ,જે કરે છે પોતાની વાર્ષિક આવકના 30% દાન

top-news
  • 24 Jul, 2024

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોના મહામારીના સમયમાં અનેક ફિલ્મ સ્ટારસના નામ સામે આવ્યા હતા, જેમણે મહામારી દરમિયાન સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરી. અને ત્યારબાદ પણ આવેલી અને આવતી રહેતી અનેક મુશ્કેલીઓમાં મદદ કરતાં જોવા મળ્યા હતા. જેમાં અનેક સ્ટારસ જેવાકે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, સોનુ સૂદ, અક્ષય કુમારથી લઈને શાહરૂખ ખાનનું નામ સામેલ છે.

જે ચેરિટેબલ કામ માટે દાન કરતાં રહે છે. સલમાન ખાન પોતાની સંસ્થા ‘બીઇંગ હ્યુમન’થકી કેન્સર પીડિતોને જરૂરી મદદ પૂરી પડે છે. ત્યારબાદ અક્ષયનું નામ આવે છે જે કેટલું દાન કરે છે તેની કોઈને ખબર પાડવા દેતો નથી. કદાચ લોકો એવું માનતા પણ હશે કે સોનું સુદ જ એ વ્યક્તિ હોઇ શેકે કે જેને લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કર્ણ તરીકે ઓળખાતા હશે.

 સોનું સુદ ચોક્કસ કોરોના મહામારી બાદથી સતત લોકોની મદદ કરી રહ્યો છે.પરંતુ તેના કરતાં પણ વધુ દાન કરનાર વ્યક્તિ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખ્યાતનામ કલાકાર મહેશ છે. આ એક્ટરને ‘પ્રિન્સ ઑફ ટોલિવૂડ’ ના નામે આખી દુનિયામાં ઓળખવામાં આવે છે. જે બીજું કોઈ નહીં પરંતુ મહેશ બાબૂ જ છે.




તેલુગુ સિનેમાના સુપરસ્ટાર મહેશ બાબૂ ભારતનાં સોથી વધુ દાન કરનાર એક્ટર છે. આ કલાકારનું  નામ પોતાના ચેરિટીના કામો માટે જેટલું જાણીતુ  છે તેટલું જ  ઇન્ડસ્ટ્રીમાં હિટ ફિલ્મો આપવા માટે પણ ખ્યાતનામ છે.મહેશ બાબૂએ પોતાના બે દાયકાના લાંબા કરિયરમાં 40થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.ઍક્ટિંગની સાથે તે ફિલ્મ નિર્માણ સાથે પણ જોડાયા છે. આ એકટરની એક ખાસિયત એવી છે કે તે ક્યારેય રીમેક ફિલ્મો માટે કામ નથી કરતાં.

માહિતી મુજબ પાછલાં બે દાયકાથી વધારે સમયથી તેઓ ફિલ્મમાં પોતાનો અભિનય આપી અઢળક કમાણી કરી ચૂક્યા છે. એટલુંજ નહીં તેઓ દરવર્ષે પોતાની આવકના 30% રકમ દાન કરે છે. જે મુજબ આ વર્ષે તેમણે એવું કહેવાય છે કે 25-30 કરોડ રૂ દાનમાં આપ્યા છે. મહેશ બાબૂ દક્ષિણની ફિલ્મોનો સૌથી શ્રીમંત એક્ટર માનવામાં આવે છે.  તેની ફી  એક ફિલ્મની 55 કરોડ રૂપિયા છે, જ્યારે જાહેરખબર માટે તે 15- 20 કરોડ રૂપિયા લે છે. 

એક્ટિંગ સાથે તે ફિલ્મ નિર્માણનું પણ કામ કરતાં હોવાથી તેમનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. સાઉથમાં તેમને લોકો "ફેમિલી મેન"કહે છે. મહેશ બાબુની નામ  કોઈ એક્ટ્રેસ સાથે ક્યારેય  જોડાયું નથી . આ સિવાય વર્ષ 1979 માં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે અનેક ઉતાર ચઢાવ જોયા બાદ આજે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 1999માં 24 વર્ષની ઉંમરે લીડ હીરોના રૂપે પરત ફર્યો અને 2000 ના દાયકાની શરૂઆતમાં ‘મુરારી’ અને ‘ઓક્કાડુ’ સાથે સ્ટારડમ હાંસલ કર્યું.

 જોકે, કરિયરમાં અનેક નિષ્ફળતા પચાવવા માટે તેમને  2007માં ત્રણ વર્ષ માટે બ્રેક લીધા બાદ  ‘ડુકુડુ’-‘બિઝનેસમેન’ જેવી હિટ ફિલ્મો આપી હતી , ત્યારપછી તેમણે ક્યારેય પાછા વળીને આજદિન સુધી જોયું નથી. તાજેતરમાં તેમની બ્લોકબસ્ટર ફિલ્મોમાં ‘મહર્ષિ’ અને ‘સરકારૂ વારી પાટા"નો સમાવેશ કરવામાં આવે છે.