:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કાર્તિક આર્યનની બીજી બ્લોક બુસ્ટર ફિલ્મની તૈયારી શરૂ : મુવી માટે બધા કેરેક્ટર્સ રેડી છે, પણ બસ 'વો' જ નથી મળતી

top-news
  • 25 Jul, 2024

બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય અભિનેતા બની ગયો છે. તેની અદાકારીથી ચાહક વર્ગમાં દિવસેને દિવસે વધારો થતો જ રહે છે. તેનું એક માત્ર કારણ તેની અદાકારી છે.તેણે વિવિધ ફિલ્મોમાં અલગ-અલગ ભૂમિકા ભજવી પોતાની જાતને સાબિત કરી લોકપ્રિયતા હાંસલ કરી છે.

તાજેતરમાં કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી, આ ફિલ્મમાં તેણે પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત રાજારામ પેટકરની ભૂમિકા ભજવી છે. જે માટે તેણે પુષ્કળ મહેનત કરી હતી. ફિલ્મ માટે માત્ર કેમેરાની સામે જ નહીં પરંતુ પડદા પાછળ પણ બોક્સિંગની તાલીમ લીધી હતી.તેની આ ભૂમિકા તેની અભિનય કારકિર્દીને આગલા સ્તર પર લઈ ગઈ છે . 

ગંભીર , તીવ્ર અને એક્શન ઇમેજ ઉપરાંત, કાર્તિક આર્યનની કોમિક શૈલી તેના ચાહકોમાં વધુ લોકપ્રિય છે. તેથી પ્રાપ્ત માહિતી મુજબ હવે કાર્તિક ફરી એકવાર તેની કોમિક ઈમેજમાં પાછો આવી રહ્યો છે. કાર્તિક આર્યન ફરી એકવાર તેની 2019 ની બ્લોકબસ્ટર પતિ પત્ની ઔર વોની સિક્વલમાં જોવા મળશે.

આવનારી આ ફિલ્મમાં કાર્તિક નાના શહેરના એક સામાન્ય વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે એક જાણકારી મુજબ, “ કાર્તિકને પતિ પત્ની ઔર વો 2 ની સ્ક્રિપ્ટ ખરેખર ગમતી હતી અને તે તેના માટે સંમત થતાં જ નિર્માતાઓએ તેને જલ્દીથી ફિલ્મ માટે કામ કરવાનું શરૂ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ અભિનેતાના ચુસ્ત શેડ્યૂલને  ધ્યાનમાં રાખીને, નિર્માતાઓએ શક્ય તેટલી વહેલી તકે તેની તારીખોની ગોઠવણ કરી દીધી છે. કાર્તિક હાલ ભુલ ભુલૈયા 3 નું શૂટિંગ કરી રહ્યો છે જે પૂર્ણ થતાં જ તે તરત જ પતિ પત્ની ઔર વો 2 નું શૂટિંગ શરૂ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે.



કાર્તિકની ફિલ્મ પતિ પત્ની ઔર વો (2019) ને તેની અનોખી લવ સ્ટોરીને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રેક્ષકોને  દ્વારા તેણે વધુ પસંદ કરવામાં આવી હતી ઉપરાંત તેનું એક ગીત પુષ્કળ વાયરલ થયું હતું  ' ધીમે ધીમે'આ ગીતમાં કાર્તિકના જોરદાર ડાન્સ શૈલી દ્વારા તેણે બોક્સ ઓફિસ અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. માત્ર નેટીઝન્સ જ નહીં પરંતુ દીપિકા પાદુકોણ અને રિતિક રોશન જેવા સ્ટાર્સ પણ ડાન્સ સ્ટેપ્સ પર મસ્તી કરતા જોવા મળ્યા હતા.

 ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને મુદસ્સર અઝીઝ દિગ્દર્શન કરશે.પરંતુ આ ફિલ્મ માટે હજુ સુધી અભિનેત્રિઓ નક્કી થઈ નથી. એટલે કોણ પત્નીની ભૂમિકા ભજવશે અને કોણ  બનશે  વો  ?  તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.પરંતુ ફિલ્મની આ સિક્વલમાં નવી અભિનેત્રીની પસંદગી કરવામાં આવશે તેવી વાતો ચાલી રહી છે,

હજી સુધી કાર્તિક આર્યન અને કોમેડી ભૂમિકા હંમેશા બ્લોકબસ્ટર સાબિત થઈ છે. કાર્તિકની હિટ ફિલ્મોની વાત કરીએતો અત્યાર સુધી તેણે પ્યાર કા પંચનામા (1 અને 2), સોનુ કે ટીટુ કી સ્વીટી , પતિ પત્ની ઔર વો , લુકા છુપી અને ભુલ ભુલૈયા 2 જેવી હિટ ફિલ્મો આપી પોતાની ક્ષમતા સિદ્ધ કરી બતાવી છે. કાર્તિક હાલમાં તેની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે , જે આ વર્ષે દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે.