:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક બાદ આદિત્ય બનાવશે બીજી મોટી બ્લોક બુસ્ટર : મલ્ટી સ્ટારર આ મૂવીમાં રણવીરસિંહની સાથે જાણો બીજા કેટલા સ્ટાર જોવા મળશે

top-news
  • 27 Jul, 2024

મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહયા છે કે અભિનેતા રણવીર સિંહ પોતાની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ કરવા જઈ રહયા છે અને તેઓ આ ફિલ્મ ઉરી:ધ સર્જીકલ સ્ટ્રાઇકના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે સંજયદત્ત,આર. માધવન અક્ષય ખન્ના,અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ આ મૂવીની જાહેરાત સત્તાવાર રીતે કરી દીધી છે. જેને જિયો સ્ટુડિયાઓ અને બી-62 સ્ટુડિયો ભેગા મળીને બનાવી રહ્યા છે. 



આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આદિત્ય ધરના નિર્દેશનમાં રણવીર સિંહ તેમજ બીજા અનેક મોટા અભિનેતા કામ કરવા જઈ રહ્યા છે. તેથી આ ફિલ્મ ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક પછી બીજી સૌથી મોટી ફિલ્મ બનશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ મૂવીની વાર્તા અને આદિત્યની કામ કરવાની પદ્ધતિને કારણે જ આટલા મોટા દિગ્ગજ અભિનેતા એક સાથે આ ફિલ્મમાં  જૉવા મળશે.  



આદિત્ય ધરે પ્રથમ ડેબ્યૂ ફિલ્મ ઉરી:ધ સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા 350 કરોડની જંગી કમાણી કરનાર ડાયરેક્ટર બનીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે રણવીર સિંહની "રોકી ઔર રાની કી પ્રેમ કહાની બાદ આ બીજી મોટી ફિલ્મ છે. એવામાં રણવીરસિહના ચાહકો તેમ ની પાસેથી આ ફિલ્મમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે એવી અપેક્ષા રાખી રહયા છે . મળતી માહિતી મુજબ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.