:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

આવનાર સમયમાં શું અક્ષય કુમાર કરી શકશે કમબેક : જાણો એ કઈ ફિલ્મો છે જેની વિતરકો રાખે છે પુષ્કળ આશા

top-news
  • 30 Jul, 2024

કોરોનાકાળ બાદ  અક્ષયકુમારની  કેટલીય ફિલ્મો થિયેટરમાં રીલીઝ થઈ જેમાં સૂર્યવંશી લોકડાઉન બાદ પહેલી ફિલ્મ હતી જે થિયેટરમાં રીલીઝ થઈ હતી.ત્યારબાદ કેટલીય ફિલ્મો રીલીઝ થઈ પણ કોઇ પણ ફિલ્મને નોધપાત્ર સફળતા મળી નહતી.અક્ષયની એક પછી એક ફ્લોપ-અસફળ ફિલ્મોને કારણે ફિલ્મ નિર્માતાઓ તેમજ વિતરકો પણ પરેશાન થઈ ગયા છે. 

તેથી હવે નાના-મોટા સહુ કોઇ હવે અક્ષયને હવે સલાહ આપવા લાગ્યા છે કે કઈ ફિલ્મમાં અભિનય કરવો. તાજેતરમાં અક્ષયની બચ્ચન પાંડે ,સમ્રાટ પૃથ્વીરાજ ,રામ સેતુ , સેલ્ફી , મિશન રાણીગંજ , અને બડે મિયાં છોટે મિયાંને નિષ્ફળતા મળી હતી. તાજેતરમાં બોક્સ ઓફિસના નિષ્ણાતો જણાવે છે કે અક્ષયે હવે કોમેડી ફિલ્મો તરફ વળવું જોઈએ. કદાચ તેની કોમેડી ફિલ્મોને દર્શકોનો સારો પ્રતિસાદ સાંપડે.




અક્ષયની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સરફિરાને સકારાત્મક સમીક્ષાઓ મળી છે,પરંતુ તે સારી એવી કમાણી કરી શકી નથી. અત્યાર સુધી અક્ષય કુમારે બૉલીવુડમાં કેટલાય ઉતાર-ચઢાવ જોયા છે, અને તેની સાથે અક્ષય કુમારે વિવિધ શૈલીની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, 2025 માં, તે દર્શકોને કોમેડી ફિલ્મો આપીને ફરીથી કમબેક કરશે તેવી આશા રાખવામાં આવૈ રહી છે.જે માટે અક્ષય વેલકમ ટુ ધ જંગલ, હાઉસફુલ 5 અને હેરા ફેરી 3 માં અભિનય કરશે, આ તમામ ફિલ્મો તેની લોકપ્રિય કોમેડી ફિલ્મોની સિક્વલ છે.

આ બધી ફિલ્મો પાસેથી અપેક્ષાઓ પણ ઘણી મોટી છે.પરંતુ શું આ મૂવીઝ તેને બૉલીવુડમાં પાછા આવવા માટે મદદરૂપ થઈ શકશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે. આ બાબતે કેટલાક ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુટર સાથે વાતચીત કરતાં જણાયું કે તેઓ બધા અક્ષયની કોમેડી ફિલ્મો અંગે પુષ્કળ પોઝીટીવ છે અને તેમને ખાતરી છે કે અક્ષયની કોમેડી ફિલ્મો ચોક્કસપણે થિયેટરમાં હિટ સાબિત થશે.




જ્યારે 15મી ઓગસ્ટે રિલીઝ થઈ રહેલી ખેલ ખેલ મે વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું, "સાચું કહું તો ટ્રેલર હજી બહાર આવવાનું બાકી છે. અમે હમણાં જ ફર્સ્ટ-લૂક પોસ્ટર મેળવ્યું છે. સ્વતંત્રતા દિવસ પર અમારી પાસે ત્રણ મોટી ફિલ્મો આવી રહી છે, જેમાં સ્ટ્રી 2 ના ચાહકો વધુ પ્રેક્ષકો છે કારણ કે તે એક અલગ પ્રકારની ફિલ્મ છે, એક કોમેડી છે અને ફરી એક સફળ ફિલ્મ છે જ્યારે ખેલ ખેલ મેં અને વેદા વચ્ચે ટક્કર થશે.

ફિલ્મો ટ્રેડ એક્સપર્ટ રોહિત જયસ્વાલ પણ માને છે કે હેરા ફેરી 3, હાઉસફુલ 5 અને વેલકમ ટુ ધ જંગલ અક્ષય કુમાર માટે બોક્સ ઓફિસ પર અજાયબી કરશે. " હવે લોકો સારી કોમેડી માટે ઉત્સુક છે. તેની એક સફળ કોમેડી ફિલ્મ આવતાની સાથે જ મને ખાતરી છે કે તેની બમ્પર ઓપનિંગ થશે અક્ષયની એક વિશાળ ફેન ક્લબ છે જે તેની કોમેડી ફેન ક્લબ છે તેથી, મને વિશ્વાસ છે કે તેની કોમેડી ફિલ્મની રજૂઆત તેના વ્યવસાય અને અંગત જીવન બંને પર સકારાત્મક અસર કરશે, સંભવિતપણે અક્ષય કુમારને ફરી ચર્ચામાં લાવશે.