:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

આવી ગયું આદિત્ય ધરની ફિલ્મ અંગે અપડેટ: જાણો શું છે ,આર માધવન રણવીર સિંહ અભિનીત થ્રિલરમાં કોની ભૂમિકા ભજવશે ?

top-news
  • 31 Jul, 2024

 આદિત્ય ધરની આગામી ફિલ્મ એક પીરિયડ એક્શન થ્રિલર છે,જેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ જેવા ખ્યાતનામ ક્લાકરો જોવા મળશે , આ ફિલ્મની વાર્તા અંગે હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક રાજકીય દ્રશ્યની પૃષ્ઠભૂમિનું અવલોકન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અંગે એવી અટકળો વહેતી થઈ છે કે રણવીરસિહ તેમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલના જુવાનીના દિવસોની રોલ કરતા જોવા મળશે. 
 
Jio સ્ટુડિયો અને B62 સ્ટુડિયોએ આ વાતની પુષ્ટિ કરી હતી  કે ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019)ના ડિરેક્ટર આદિત્ય ધર તેમની આગામી ફિલ્મ માટે કામ કરી રહ્યા છે, જેની પ્રથમ તસવીર બ્લેક-એન્ડ-વ્હાઈટમાં રિલીઝ કરવામાં આવી હતી તેથી તે ચર્ચાનો મુદ્દો બની ગઇ.આ ફિલ્મનું શૂટિંગ ગયા અઠવાડિયે, 25 જુલાઈના રોજ શરૂ થયું હતું . પ્રેસ રિલીઝમાં ફિલ્મ શેના વિશે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.પરંતુ આ ફિલ્મ અજીત ડોભાલના જીવનને સ્પર્શે છે કે કેમ તે તો હવે ફિલ્મ રીલીઝ થયા બાદ જ ખબર પડશે.આ ફિલ્મમાં આર માધવનની ભૂમિકા અલગ પ્રકારની છે જેમાં તેનો કૂલ, અલગ લુક ને લઇને અભિનેતા અત્યંત ઉત્સાહિત છે. આર માધવન હંમેશની જેમ, આ ભૂમિકા માટે પણ પોતાનું હૃદય અને આત્મા આપીને કામ કરી રહ્યા છે. જેને લઇને નિર્માતાઓને વિશ્વાસ છે કે તે ચોક્કસ સફળ થશે. 
 


 જો કે આ પાત્રનું નામ અજીત ડોભાલ હશે કે તે વ્યક્તિથી પ્રેરિત હશે તે અંગે સ્ત્રોત પાસે કોઈ માહિતી નથી.આ ફિલ્મ અંગે રસપ્રદ વાત એ છે કે આ બીજી વખત છે જ્યારે આદિત્ય ધર પોતાની ફિલ્મમાં અજીત ડોભાલને બતાવશે.આની પહેલા ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં પરેશ રાવલનું પાત્ર ગોવિંદ ભારદ્વાજ જે અજીત ડોભાલના કાર્ય પર આધારિત હતું. ફિલ્મની થીમ વિશે અટકળો અફવાઓ સૂચવે છે કે આ એક્શન થ્રિલર ફિલ્મમાં ભૂતકાળનું ચિત્રણ કરવામાં આવ્યું છે.જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવની પૃષ્ઠભૂમિનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ તેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી છતાં અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ છે કે રણવીર અજીત ડોભાલના યુવાનીનું ચિત્રણ કરશે, જે હવે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે.નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલી પ્રેસ રિલીઝ એ પણ સ્પષ્ટ કરે છે કે ફિલ્મનું નામ ધુરંધર હોઇ શકે છે.આ ફિલ્મનું નિર્માણ જિયો સ્ટુડિયોમાંથી જ્યોતિ દેશપાંડે દ્વારા તેમના બેનર B62 સ્ટુડિયો હેઠળ લોકેશ ધર અને આદિત્ય ધર સાથે મળીને કરવામાં આવ્યું છે. 

રણવીર ડોભાલની ભૂમિકા ભજવશે કે નહીં, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડી શકે . બીજી બાજુ આર. માધવન છે કે જે પ્રખ્યાત ભૂમિકા ભજવે છે તે મૂવીમાં એક નવો દેખાવ કરશે. તે હંમેશની જેમ આ પાત્રમાં પોતાનો આત્મા રેડી રહ્યો છે. ફિલ્મમાં વ્યક્તિની ઓળખ અથવા પાત્રની પ્રેરણા, અજીત ડોભાલ જાહેર કરી નથી. અહેવાલ સૂચવે છે કે ફિલ્મની વાર્તા વિવિધ સ્થળો પર કેપ્ચર કરવામાં આવી છે. જેમાં કેનેડામાં ફિલ્માંકન શેડ્યૂલ બાદ, ક્રૂ મુંબઈ આવવાની અપેક્ષા રાખે છે. બાકીની ફિલ્મનું શૂટિંગ થાઈલેન્ડમાં શરૂ થશે. જ્યારે સંજય દત્ત ખલનાયકની ભૂમિકા ભજવશે, જ્યારે અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના બધા સાથી ગુપ્તચર અધિકારીઓની ભૂમિકાઓ ભજવશે.