:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સલમાનના ચાહકો બન્યા બેકાબૂ: ફિલ્મ Tiger-3 જોવા આવેલા ફેન્સે થિયેટરમાં જ ફોડ્યા ફટાકડા

top-news
  • 13 Nov, 2023

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. આ એક્શન પેક ફિલ્મ માટે તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે 12 નવેમ્બર, રવિવારના રોજ દિવાળીના તહેવાર પર ટાઈગર 3 સિનેમાઘરોમાં રિલીઝ થઈ.

ગઈકાલ તા. 12 નવેમ્બરના રોજ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 રીલીઝ થઈ હતી. જે પછી ચાહકો સલમાન ખાનની ફિલ્મનો જશ્ન મનાવવા માટે ઉમટી પડ્યા હતા. અને તેમા કેટલાક ચાહકોએ તો તેના સુપરસ્ટારની ફિલ્મને સેલિબ્રેટ કરવા માટે થિયેટર્સમાં જ આતશબાજી કરી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં માલેગામમાં મોહન સિનેમાનો એક વીડિયો X પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફેન્સ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ને થિયેટરમાં જોતા ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. તો સિનેમા હોલમાં એક મિનિટ સુધી આતશબાજી થયા બાદ કેટલાક ફેન્સ સુરક્ષિત જગ્યા પર જવા માટે ભાગતા જોવા મળી રહ્યા હતા. 

સિનેમાઘરમાં આતશબાજી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે પોલીલ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમા પોલીસે કલમ 112 હેઠળ આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેમજ માહિતી પ્રમાણે હાલમાં બે લોકોની ધરપકડ કરી હતી. 

આ ખતરનાક છે: સલમાન ખાન

થિયેટરની અંદર ફટાકડા ફોડવાના વીડીયો વાયરલ થયા બાદ સલમાન ખાને તેના X હેન્ડલ પર એક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, "હું ટાઇગર 3 દરમિયાન થિયેટરની અંદર ફટાકડા વિશે સાંભળી રહ્યો છું. આ ખતરનાક છે. ચાલો આપણે પોતાને અને બીજાને જોખમમાં મૂક્યા વિના ફિલ્મનો આનંદ માણીએ. સુરક્ષિત રહો"

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎