:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બાપુજી ગરબે રમ્યા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રીની તૈયારીઓ શરૂ! જેઠાલાલ

top-news
  • 30 Nov, 2023


SAB ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો લગભગ 14 વર્ષથી દર્શકોને ખિલખિલાટ હસાવી રહ્યો છે. શોના દરેક પાત્રો છવાયેલા છે.  આ શોની ટીઆરપી હજુ પણ ઘણી સારી છે અને તે સમાચારોમાં રહે છે. આ શોના દરેક પાત્રની વિશાળ ફેન ફોલોઈંગ છે અને દયાબેન દેખીતી રીતે જ ફેવરિટ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીએ દિલીપ જોશીની સામે દયાનું પાત્ર ભજવ્યું હતું. જો કે, દિશા 2015થી શોથી દૂર છે અને ચાહકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે, તે પરત ફરશે. ઘણી વખત એવું બન્યું છે જ્યારે નિર્માતા અસિત કુમાર મોદીએ કહ્યું છે કે, તેઓ દિશાને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જો તે પાછી નહીં આવે, તો તેઓ તેની જગ્યાએ કોઈ બીજાને દયા બનવાની તક આપશે.

હવે શોના લેટેસ્ટ એપિસોડમાં તમે જોઈ શકો છો કે દયાબેનના પરત ફરવાના સમાચાર આવ્યા છે. જેઠાલાલ ખુશ છે કારણ કે, સુંદરે તેને વચન આપ્યું હતું કે તે દિવાળી દરમિયાન દયાને ગોકુલધામમાં પાછી લાવશે અને વચન મુજબ, સુંદરલાલ દયાને જેઠાલાલ જોડે લાવવા માટે પૂરી રીતે તૈયાર છે. 

ગોકુલધામ સોસાયટીના સભ્યો દયાબેનના પાછા આવવાની વાત જાણીને પણ ખુશ છે અને દયાને પરત લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, તારક મહેતા ચિંતિત છે. શોના એક તાજેતરના પ્રોમોમાં, જેઠાલાલ, ટપ્પુ અને બાપુજી ગરબા રમી રહ્યાં છે. તારક મહેતા દયાબેનના પરત ફરવાથી ચિંતિત છે. જો કે, તારક અંજલિને કહે છે કે, તે ચિંતિત છે કારણ કે જેઠાલાલનું નસીબ હંમેશા તેની વિરુદ્ધ જાય છે અને તે નથી ઈચ્છતો કે તેના મિત્રની ખુશી બગડે. તારક ચિંતિત થઈ જાય છે કારણ કે તેને દયાબેનના પરત આવવા અંગે શંકા છે. પ્રોમો રિલીઝ થતાની સાથે જ ઘણા ફેન્સ કહેવા લાગ્યા કે, મેકર્સ ફરી મજાક કરી રહ્યા છે.

ચાહકોને લાગે છે કે, નિર્માતાઓ આ બધું માત્ર ટીઆરપી માટે કરી રહ્યા છે અને દયાબેન પાછા આવવાના નથી. ઘણા લોકો ગુસ્સે છે અને કહ્યું છે, કે જો તે પરત નહીં આવે તો તેઓ શો જોવાનું બંધ કરી દેશે. એક યુઝરે લખ્યું કે, 'જો આ ફ્રેંક હશે તો હું શો જોવાનું બંધ કરી દઇશં'.