:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

CIDના જાણીતા કલાકાર ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સ ને આવ્યો હાર્ટ એટેક, હાલ વેન્ટિલેટર સપોર્ટ પર

top-news
  • 04 Dec, 2023

  •  ફ્રેડરિક્સનું પાત્ર  ભજવતા દિનેશ ફડનીસ હોસ્પિટલમાં  સારવાર હેઠળ છે ,આ વાતની પુષ્ટિ દયાનંદ શેટ્ટીએ કરી

દિનેશ ફડનીસને હાર્ટએટેક આવ્યો હોવાથી હાલ તેઓ મુંબઈની આનન ફાનન હોસ્પીટલમાં દાખલ છે. ત્યાં તેમની હાલત હાલ ખુબ ગંભીર હોવાથી ડોકટરે તેમને વેન્ટીલેટર પર રાખ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થયેલ છે. આ વાતની પુષ્ટિ સીઆઇડી ના જાણીતા કલાકાર દયાનંદ શેટ્ટી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમની હાલત પહેલા કરતા  સારી છે. અને તેમની બોડી ટ્રીટમેન્ટને સારો રિસપોન્સ આપી રહી છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરતું આ સમાચારથી દિનેશના ફેન્સ ખુબ આઘાત માં છે.અને તેઓ તેમના પ્રિય અભિનેતા માટે હાલ પ્રાર્થના કરી રહ્યા છે. 

90ના દશકની પોપ્યુલર ટીવી સિરિયલ CIDમાં તેમને ખુબ જ લાંબા સમય માટે કામ કર્યું છે. આ ઉપરાંત તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ જોવા મળ્યા હતા. પરંતુ હાલ માં  તેઓ એક્ટિંગ કરિયરથી દુર રહીને મરાઠી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ રાઈટીંગ કરી રહયા હતા .