:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

Animalમાં રણબીર સાથે બોલ્ડ સીન આપનારી એક્ટ્રેસ કોણ છે? હવે બોલી- ‘મજા આવી’.

top-news
  • 07 Dec, 2023

રણબીર કપૂર અને બોબો દેઓલની ફિલ્મ 'એનિમલ' હાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સંદીપ રેડ્ડી વાંગની સૌથી ધમાકેદાર ઓપનિંગ કરનાર આ ફિલ્મે જે કમાલ બતાવી છે તેના કારણે બૉલીવુડના ઇતિહાસમાં આ ફિલ્મનું નામ લખાઈ ગયું છે. એક એવી ફિલ્મ જેને સેન્સર બોર્ડ તરફથી એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે એમ છતાં આ ફિલ્મ દેશ અને દુનિયામાં બમ્પર કમાણી કરી રહી છે. 

ફિલ્મમાં રણબીર કપૂરના લુક અને એક્ટિંગના જોરદાર વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ અભિનેત્રી તૃપ્તિ ડિમરી અને રણબીર કપૂરના ઇન્ટિમેન્ટ સીનની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. સાથે જ ઘણા લોકો એવાં પણ છે જે ફિલ્મમાં કિસ અને ઇન્ટિમેન્ટ સીન આપવા પર અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. એવામાં હવે અભિનેત્રીએ ટ્રોલ કરનાર લોકોને જોરદાર જવાબ આપ્યો છે. 

એક વાતચીત દરમિયાન તૃપ્તિ ડિમરી કહ્યું કે 'હું ખુશ છું કે લોકોએ મને આટલો પ્રેમ આપ્યો છે. 90 ટકા લોકોએ વખાણ કર્યા છે. 10 ટકા લોકો ટીકા કરી રહ્યા છે.  હું મારી સ્વતંત્ર ઇચ્છાથી ફિલ્મ લાઇનમાં આવી છું મને કોઈએ દબાણ કર્યું નથી. હું એક અભિનેત્રી છું અને દરેક પ્રકારના રોલ કરવા માંગુ છું. મને આ પ્રકારના રોલ નિભાવવામાં કોઈ સમસ્યા નહતી અને મારી આસપાસના લોકોને પણ કોઈ પ્રોબ્લેમ નહતો. મેં કંઈ ખોટું કર્યું નથી અને ભવિષ્યમાં પણ આવી ભૂમિકાઓ કરતી રહીશ.' 

મેકર્સે એ પણ સુનિશ્ચિત કર્યું કે સીન દરમિયાન ડિરેક્ટર, ડીઓપી અને એક્ટર્સ સહિત 5 થી વધુ લોકો ન હોય. સેટ પર બીજા કોઈને મંજૂરી આપવામાં આવી ન હતી, બધા મોનિટર બંધ હતા, અને તેઓ કહેતા હતા, ‘આ તે સીન છે જે આપણે કરી રહ્યા છીએ. જો કોઈપણ સમયે તને લાગે કે તમે અસહજતા અનુભવો છો, તો અમને જણાવો. અમે તમારી ઈચ્છા મુજબ શૂટ ચાલુ રાખીશું. દર પાંચ મિનિટે રણબીર મારા હાલચાલ પૂછતો કે ‘તુ ઠીક છે, તુ શું સહજ છે?’ મને લાગે છે કે આ વસ્તુઓ ખરેખર મહત્વની છે. લોકો આ બાબતો પ્રત્યે સંવેદનશીલ હોય છે. 

2017માં કરી હતી કેરિયરની શરૂઆત

તૃપ્તિ ડિમરીએ 2017માં આવેલી ફિલ્મ ‘પોસ્ટર બોય્ઝ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના ડેબ્યુ પછી, તે નેટફ્લિક્સ ફિલ્મો ‘કાલા’, ‘બુલબુલ’ અને ‘લૈલા મજનુ’ વગેરેમાં જોવા મળી હતી. કહેવાય છે કે એક સમય એવો હતો જ્યારે તૃપ્તિ અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માને ડેટ કરતી હતી. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2023માં તેમનું બ્રેકઅપ થઈ ગયું.

લાખો લોકો કરવા લાગ્યા ફોલો

તૃપ્તિએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ, તેને ખરી પ્રસિદ્ધિ ‘એનિમલ’ પછી મળવા લાગી. ‘એનિમલ’માં તેના અને રણબીરના ઇન્ટીમેન્ટ સીન જોઈને લોકો પાગલ થઈ ગયા છે. આનો પુરાવો તૃપ્તિને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરનારા લોકોની સંખ્યા છે. વાસ્તવમાં, પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’ની રિલીઝ પહેલા તૃપ્તિના 6 લાખ ફોલોઅર્સ હતા. ‘એનિમલ’ એ હલચલ મચાવ્યા પછી, 2 મિલિયન લોકોએ તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કર્યું.

યુવાઓનો બની ગઈ ક્રશ

તૃપ્તિ ડિમરી ભલે ફિલ્મ એનિમલમાં સાઈડ રોલમાં હોય, પરંતુ તેની સ્ક્રીન પ્રેઝન્સે લોકોના દિલ જીતી લીધા છે.તૃપ્તિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે, જેમાં તે વેસ્ટર્નથી લઈને ઇન્ડિયન આઉટફિટમાં પોતાનો ગજબનો લુક ફ્લોન્ટ કરતી હોય છે. એનિમલ ફિલ્મ બાદ તો યુવાનોમાં તૃપ્તિ ડીમરીને લઈને ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ચાહકોએ તેને પોતાનો ક્રશ બનાવી લીધો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎