November 29, 2022
November 29, 2022

ઈડીની થશે એન્ટ્રી? : પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના પુત્રના નામે USમાં 9 કરોડનો બંગલો

ચૌધરી પરિવારના 21 બેંક ખાતામાંથી 15 કરોડના વ્યવહાર પકડાયા

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને પરિવારના 800 કરોડના કથિત કૌભાંડમાં તેમના 21 બેંક ખાતામાં 15 કરોડના વ્યવહાર થયાનું પકડી પાડ્યું છે. વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષ પરીખ આ મુદ્દે કોઈ ખુલાસો કરી શક્યા ન હતા. બોગસ કંપનીઓ ખોલીને કરાયેલા નાણાકીય વ્યવહારોમાં ગોટાળો બહાર આવતા એસીબીએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને તપાસમાં લેવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગર એસીબીના ડીવાયએસપી આસુતોષ પરમારે જણાવ્યું કે, તપાસમાં એવું બહાર આવ્યું છે કે, વિપુલ ચૌધરીએ તેમના દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન જે કંપનીઓ ઉભી કરી હતી તે પૈકી ચારના એડ્રેસ પર તપાસ કરતા ત્યાં આવી કોઈ જ કંપની અસ્તિત્વમાં જ નથી. એસીબીએ કુલ 26 પાનકાર્ડની વિગતો ઈન્કમટેકસ વિભાગ પાસે મગાવી છે.

એસીબીએ વિપુલ ચૌધરી તેમની પત્ની ગીતાબેન અને પુત્ર પવનના બેંક ખાતાઓની તપાસ કરતા વિપુલ ચૌધરીના પોતાના 5 તેમની પત્નીના 10 અને પુત્રના 6 મળી કુલ 21 મળી કુલ 66 બેંક એકાઉન્ટની આઈટી રિર્ટનની વિગતો મગાવાઈ છે. વિપુલ ચૌધરીના પરિવારના 5 બેંક એકાઉન્ટમાંથી 250 કરોડના વ્યવહાર મળ્યા હતા. વિપુલ ચૌધરીના પુત્રના નામે અમેરિકાના ટેક્સાસમાં 9 કરોડનો બંગલો ખરીદાયો હોવાનું પણ પકડાયું છે. આ અંગે ઈડીને જાણ કરાઈ છે. શુક્રવારે વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષ પરીખના રિમાન્ડ પૂરા થતાં એસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે વધુ રિમાન્ડ ન મળતાં બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved