October 1, 2022
October 1, 2022

એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓનું સંમેલન, વડાપ્રધાને વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધી

પ્રકૃતિ, પર્યાવરણ અને વિકાસનો સમન્વય એકતાનગર – મોદી

નર્મદામાં કેવડિયા કોલોની ખાતે એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓનું સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન બે દિવસ ચાલશે. PM મોદી વર્ચ્યુઅલ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રકૃતિ, પર્યાવરણ અને વિકાસનો સમન્વય એકતાનગર છે.

એકતાનગરની આ રાષ્ટ્રીય કોન્ફરન્સ ખુબ મહત્વની છે. પ્રકૃતિ, પર્યાવરણ અને વિકાસનો સમન્વય એકતાનગર. આજે એકતાનગર એક તિર્થક્ષેત્ર બન્યું છે. તમારા પ્રયાસોથી પર્યાવરણની રક્ષામાં મદદ મળશે. આજનું ભારત નવા વિચાર સાથે આગળ વધે છે. ભારત પોતાની ઇકોલોજીને મજબુત કરી રહ્યું છે. વેટલેન્ડનો વ્યાપ પણ ઝડપથી વધી રહ્યો છે. રિન્યુએબલ એનર્જી મુદ્દે ભારતે ખુબ કામ કર્યુ છે. સિંહ, વાઘ, હાથી અને દિપડાની સંખ્યા ભારતમાં વધી છે. ચિત્તાનાં સ્વાગતમાં દેશનો ઉત્સાહ અનેરો હતો તેમ પીએમ મોદીએ કહ્યું.

PM મોદીએ વધુમાં કહ્યું કે આપણે બાયોફ્યુઅલમાં કામ કરવું પડશે. રાજ્યો નક્કી કરે કે અમારા રાજ્યના જેટલા વાહનો છે તેમાં અમે સૌથી વધુ બાયોફ્યુઅલ બ્લેન્ડિંગ કરીને ચલાવીશું. પર્યાવરણ મંત્રાલયે આ પોલિસીને ગ્રાઉન્ડ પર મજબૂતીથી લઇ જવી પડશે. જો રાજ્ય પણ આની સાથે જોડાઇ જાય તો આપણે કેટલીય રીતે આગળથી વધી શકીએ. ઇથેનોલ ઉત્પાદન અને બ્લેન્ડિંગની બાબતમાં રાજ્યો વચ્ચે સ્પર્ધા થવી જોઇએ. પર્યાવરણ મંત્રાલય એવું છે જે દરેક મંત્રાલયને દિશા , ગતિ, પ્રેરણા આપીને પરિણામ લઇ શકે છે.

 67 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved