September 27, 2022
September 27, 2022

ત્રણ વખત રદ થયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શરુ

ઉમેદવારોએ કહ્યું, ‘પરીક્ષા સફળતાપૂર્વક લેવાઈ જાય એટલી આશા’

આજે 24 એપ્રિલ, રવિવારે રાજ્યભરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઇ રહી છે. રાજ્યના 32 જિલ્લામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે સેન્ટર ગોઠવવામાં આવ્યા છે. રાજ્યના 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે.

રાજ્યભરમાંથી પરીક્ષા માટે 10 લાખ 45 હજાર ઉમેદવારો નોંધાયા છે. સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી, બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ -૩ સંવર્ગની સીધી ભરતી માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આજે 24 એપ્રિલ 2022 રવિવારના રોજ બપોરે 11.00 થી 1.00 કલાક દરમિયાન લેવાનાર છે.

છેલ્લા 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ્દ કરાયેલી પરીક્ષા આજે લેવાનાર છે, ત્યારે સૌની નજર આ પરીક્ષા પર છે. 

પરીક્ષામાં સૌથી વધુ 1.88 લાખ ઉમેદવારો અમદાવાદના છે. જ્યારે રાજ્યમાંથી 10.45 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે. આ વખતે કોઈપણ પ્રકારનો ફિયાસ્કો ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રહેશે.

 79 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved