15 ફાયર બ્રિગેડની ગાડીઓએ એક કલાક બાદ આગ કાબૂમાં લીધી
અમદાવાદના નરોડા GIDCમાં એક ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની જાણ થતા 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
નરોડા વટવા GIDCમાં સુકેમ કેમિકલ ફેકટરીમાં આગ લાગી હતી. ફેક્ટરીમાં થીનર બનતું હોવાથી સોલ્વન્ટના બેરલ ફેક્ટરીમાં હોવાના કારણે જોખમ વધ્યું હતું. આ આગને કારણે આસપાસના ફેકટરી માલિકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ આગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કાબૂમાં લઈ લીધી છે. 15 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓની મદદથી ફાયરના જવાનોએ આગ કાબુમાં લીધી હતી. આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
57 , 1