November 30, 2022
November 30, 2022

ફીફા વર્લ્ડ કપ 2022: સ્વિટ્ઝર્લેન્ડે કેમરૂનને 1-0થી હરાવ્યું

એમ્બોલોએ મેચનો એકમાત્ર ગોલ કર્યો

સ્વિટ્ઝર્લેન્ડે ફીફા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં કેમરૂનને 1-0થી હરાવ્યું હતું. આ મેચનો એકમાત્ર ગોલ એમ્બોલોએ કર્યો હતો. તેણે મેચની 48મી મિનિટે શકિરીના શાનદાર પાસ પર ગોલ કરીને પોતાની ટીમને નિર્ણાયક લીડ અપાવી હતી.

આ મેચની શરૂઆતથી જ સ્વિત્ઝર્લેન્ડની ટીમને ફેવરિટ માનવામાં આવી રહી હતી, પરંતુ પહેલા હાફમાં કેમરૂને શાનદાર રમત બતાવી હતી. બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જોકે, પ્રથમ હાફમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી. બીજા હાફની શરૂઆત થતાં જ સ્વિટ્ઝર્લેન્ડે શાનદાર ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી.

એમ્બોલોએ શકિરીના શાનદાર પાસને 48મી મિનિટે ગોલમાં ફેરવ્યો હતો. આ પછી પણ બંને ટીમો ગોલ કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરતી રહી, પરંતુ સફળતા મળી ન હતી. એમ્બોલોનો ગોલ નિર્ણાયક સાબિત થયો.

આ મેચમાં સ્વિટ્ઝર્લેન્ડનો બોલ પર 51 ટકા જ્યારે કેમેરૂનનો 49 ટકા કંટ્રોલ હતો. બંને ટીમના ખેલાડીઓ પણ બે વખત ઓફસાઈડ રહ્યા હતા. જોકે, સ્વિટ્ઝર્લેન્ડે 11 કોર્નર મેળવ્યા હતા જ્યારે કેમેરુન માત્ર 5 કોર્નર જ મેળવી શક્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડના બે અને કેમરૂનના એક ખેલાડીને યલો કાર્ડ મળ્યા હતા.

કેમરૂને ગોલ કરવાના આઠ પ્રયાસો કર્યા હતા. આમાંથી પાંચ શોટ ટારગેર પર હતા, પરંતુ આ ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. સ્વિટ્ઝર્લેન્ડના ગોલકીપરે આ મેચમાં ઘણા શાનદાર બચાવ કર્યા હતા. આ સાથે જ સ્વિત્ઝર્લેન્ડે ગોલ કરવાના સાત પ્રયાસો કર્યા હતા. જેમાંથી ત્રણ ટારગેટ પર હતા અને એકમાં ટીમ ગોલ કરવામાં સફળ રહી હતી.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved