January 30, 2023
January 30, 2023

ઉત્તરપ્રદેશમાં પાંચમા તબક્કાનું મતદાન જારી

અમેઠી, રાયબરેલી સહિત 12 જિલ્લાની 61 બેઠકો પર દિગ્ગજોના ભવિષ્ય લાગ્યા દાવ પર

ઉત્તરપ્રદેશમાં આજે રવિવારે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે જેના પગલે સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. યુપીમાં આજે અમેઠી, રાયબરેલી સહિત કુલ 12 જિલ્લાઓની 61 બેઠકો 692 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. નોંધનીય છે કે, અગાઉ 45 જિલ્લાઓની 231 સિટો પર ચૂંટણી થઈ ચૂંકી છે. આજે પાંચમાં તબક્કામાં અમેઠી, રાયબરેલી, સુલ્તાનપુર, ચિત્રકૂટ, પ્રતાપગઢ, કોશામ્બી, પ્રયાગરાજ, બારાબંકી અને અયોધ્યા સહિતની સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે.

ભાજપ માટે આ ચૂંટણી મહત્વનો ભાગ ભજવી શકે છે. કારણકે ગત ચૂંટણી વખતે આ દરેક સીટો પર ભાજપનો કબ્જો હતો. પાંચમાં તબક્કામાં આજે 12 જિલ્લાઓની 61 સીટો પર 692 ઉમેદવાર મેદાનમાં છે જેમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાજ મોર્ય, અપના દલના પલ્લવી પટેલ, રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા, મંત્રીઓ વગેરેનો સમાવેશ થાય છે. જે વિસ્તારોમાં મતદાન યોજાય છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી, અખિલેશ યાદલ સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો. જેમનું ભવિષ્ય આજે 2.24 કરોડ મતદાતાઓ નક્કી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આજે ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે ઉત્તપ્રદેશમાં આજે લોકતંત્રના ઉત્સવનો આજે પાંચમો તબક્કો છે. જેથી દરેક મતદાતાને નિવેદન છે કે તેઓ મત આપે. બીજી તરફ ભાજપ નેતાઓ પણ આજે ભગવાનને પૂજા કરી રહ્યા છે. જેમા મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે પ્રયાગરાજ મંદિરમાં પૂજા કરી અને કહ્યુ કે ઉત્તરપ્રેદશમાં ફરી ભાજપની સરકાર બનશે.

નોંધનીય છે કે યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આગીમી 10 માર્ચે આવશે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved