October 1, 2022
October 1, 2022

આખરે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે

રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડશે…?

હંમેશા વંશવાદના આરોપોનો સામનો કરતી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બને તે લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અત્યાર સુધી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી લડવા મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા ત્યારે આજે કહ્યું કે, હું કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી લડીશ.

જોકે ગેહલોતે આ માટે થરૂર સહિત અન્ય કેટલાય સાથીઓનો મુકાબલો કરવો પડશે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સૂરમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત સાથે જ તેમણે પોતે અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડી દેશે તેવો ઈશારો કર્યો છે. આ ઉપરાંત તેમણે પોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન કરવાના છે તે પણ સ્પષ્ટ કરી દીધું છે.

ગાંધી પરિવારના ઉમેદવાર ગણાતા ગેહલોતે જયપુર ખાતે પોતાનું CM પદ છોડવાનો ઈશારો કરીને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. અગાઉ તેમણે પોતે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ ગયા બાદ પણ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ જાળવી રાખશે તેમ જણાવ્યું હતું.

 26 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved