ખોટું બહાની કાઢી જામીન માંગ્યાનો આરોપ, હાઇકોર્ટે આપ્યા કાર્યવાહીના આદેશ
વિવાદાસ્પદ બળાત્કારી આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરૂદ્ધ અમદાવાદમાં ફરિયાદ નોંધવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ખોટું બોલી જામીન માંગ્યા હોવાનો નારાયણ સાંઇ સામે આરોપ લાગ્યો છે. જે બાદ સોલા હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાઇ રહી છે.
સુરતના આશ્રમમાં યુવતી પર દુષ્કર્મ ગુજારના કેસમાં સુરતની લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામા પુત્ર નારાયણ સાંઇએ હાઈકોર્ટમાં જામીન અરજી આપી હતી. જેમાં તેમની માતા લક્ષ્મીદેવી હરપલાની હોસ્પિટલમાં દાખલ છે. આ માટે નારાયણ સાંઈએ પોતાના મળતિયાઓ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા.
જો કે કોર્ટે જ્યારે આ મામલે તપાસ કરાવી તો સામે આવ્યું કે, નારાયણ સાંઈએ ખોટું બહાનું કાઢ્યું છે. આટલું જ નહીં, નારાયણ સાંઈના વકીલોને પણ તેમની માતાની બીમારી અંગે કોઈ જાણકારી નહતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈની જામીન અરજી ફગાવી દીધી હતી અને રૂ. 1 લાખનો દંડ ફટકારવા સાથે પોલીસમાં ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સોલા હાઈકોર્ટ પોલીસે નારાયણ સાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ રહી છે.
109 , 1