September 25, 2022
September 25, 2022

મહિલા પોલીસકર્મી સાથે છેડતીના કેસમાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ

Congress MLA Jignesh Mevani was arrested by Assam Police from Palanpur town in Gujarat on late Wednesday night over a tweet. Photo: Twitter/@ReallySwara

જિગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી

ગુજરાતના વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની મુશ્કેલી સતત વધી રહી છે. મંગળવારે અસમના બારપેટા જિલ્લાની સ્થાનીક કોર્ટે મેવાણીને મહિલા પોલીસકર્મીની સાથે છેડતીના કેસમાં પાંચ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદીત ટ્વીટ કરવાને લઈને કોર્ટે સોમવારે જિગ્નેશ મેવાણીને જામીન આપી દીધા હતા. જામીન મળ્યાના થોડા સમય બાદ જિગ્નેશ મેવાણીને બીજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલા પોલીસકર્મીની સાથે ગેરવર્તણૂકના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 

 114 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved