February 1, 2023
February 1, 2023

મુખ્યમંત્રી તરીકે રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મળ્યા PM મોદીને…

વડાપ્રધાન સાથે મુલાકાત બાદ રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી. રૂપાણીએ અચાનક રાજીનામું ધર્યા બાદ નારાજગી અને વિવાદોના અનેક સૂર છેડાયા હતા. બાદમાં અધ્યક્ષ પાટીલે પણ આડકતરીક રીતે ચેતવણી આપી હતી કે, પાર્ટીમાં કોઇ વિવાદ, વિખવાદ તેમજ નારાજગી નહીં ચલાવી લેવામાં આવે. જો કે ખુદ રૂપાણીએ કબૂલાત કરી હતી કે તેમણે પાર્ટી પ્રત્યે કોઇ નારાજગી નથી. નોધનિય છે કે, અચાનક 84 દિવસ બાદ PM મોદી રૂપાણીને મળતાં મોટી જવાબદારી મળવાની અટકળો તેજ થઈ છે.

રૂપાણી રાજીનામું આપ્યા બાદ પારિવારિક- સમાજિક જીવનમાં વ્યસ્ત બની ગયા છે. જોકે રૂપાણીને કઈ જવાબદારી અપાશે એના પર સૌકોઈની મીટ મંડાયેલી છે. અગાઉ રૂપાણી કહ્યું હતું મેં મારી જવાબદારીનું કંઈ પૂછ્યું નથી અને પાર્ટીએ કંઈ કહ્યું નથી. જે સોંપશે એ સ્વીકારી લઈશું.

બીજી તરફ રૂપાણીના રાજીનામાં બાદ સૌરાષ્ટ્ર રાજકોટમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે. અને રાજકોટમાં રીતસર બે જૂથ પડી ગયાં છે. અને ભાજપના આંતરિક વિવાદો મીડિયામાં પણ ગાજી ચૂક્યા છે. ત્યારે મોદી સાથેની રૂપાણીની આ મુલાકાત સૂચક માનવામાં આવે છે.

 57 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved