November 30, 2022
November 30, 2022

કોંગ્રસના પૂર્વ MLA હર્ષદ રિબડીયાએ સમર્થકો સાથે કમલમ ખાતે કર્યા કેસરિયા…

વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા

રાજીનામું આપનાર વિસવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સમર્થકો સાથે કમલમ ખાતે કેસરિયા કર્યા છે, વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ ગણાતા જૂનાગઢમાં વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના પૂર્વ MLA હર્ષદ રિબડીયાએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. અને આજે કેસરિયા કર્યા. તેમની સાથે અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસના મોટા માથાઓ પણ આજે તેઓની સાથે કેસરિયો ધારણ કર્યા. હર્ષદ રિબડીયાના જિલ્લા કોંગ્રેસના સમર્થકો પણ આજે ભાજપમાં જોડાયા. જેના લીધે કહી શકાય કે વિધાનસભા ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જૂનાગઢ જિલ્લાની તમામ બેઠકો જીતી હતી.

 34 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved