November 30, 2022
November 30, 2022

પૂર્વ ડીજીપી આર.બી શ્રીકુમારને ગુજરાત HCએ રાહત આપી: વચગાળાના જામીન લંબાવાયા

આર.બી. શ્રીકુમારે SITની તપાસમાં આપવો પડશે સહકારઃ HC

રાજ્યના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમારને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. સરકાર સામે ખોટા પુરાવા ઉભા કરવાના કેસમાં શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેઓને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ આજરોજ ગુજરાત હાઈકોર્ટે આર.બી. શ્રીકુમારને મોટી રાહત આપતા તેઓના જામીન આગામી 23 જાન્યુઆરી 2023 સુદી લંબાવી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજ્યના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર સામે વર્ષ 2002માં સરકાર સામે ખોટા પુરાવા ઉભા કરવાનો ગુનો નોંધાયો છે. આ કેસમાં તીસ્તા સેતલવાડનું નામ પણ જોડાયેલું છે. આ સાથે જ આ કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારે SITની તપાસમાં સહકાર આપવો પડશે તેવો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.

 28 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved