October 1, 2022
October 1, 2022

રાજયમાં ચાર દિવસ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતને મેઘો ધમરોળશે

કચ્છમાં વિદાય, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેશે વરસાદ

આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિના સમય દરમિયાન વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવારણ સૂકું રહેશે. જ્યારે ગીર સોમનાથ-અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તો વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 26 અને 27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે તેવી શરૂઆત થઈ ચૂકી છે.

ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વિદાય લેતા પહેલા મેઘરાજા ગુજરાતને ધમરોળી શકે છે. એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતને મેઘો ધમરોળશે તેવી સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર, આનંદ, ખેડા સહિત સામાન્ય વરસાદ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. મોન્સુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ છે.

 15 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved