February 1, 2023
February 1, 2023

PM મોદીના આગમન પૂર્વે જ ફ્રાંસે સબમરીન પ્રોજેક્ટને રદ કર્યો

આવતીકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્યુનલ સાથે શિખર મંત્રણા કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસની મુલાકાતે પહોંચવાના છે અને તેઓ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્યુનલ સાથે શિખર મંત્રણા કરશે.હાલમાં જ મેક્રો દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાઈ આવ્યા છે પરંતુ મોદીની આ મુલાકાત પહેલા જ ફ્રાંસે ભારતને આંચકો આપતા ભારતના સબમરીન પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે.

ફ્રાંસની નૌસેનાએજાહેર કર્યું કે, ભારત માટે પી-75 પ્રોજેક્ટમાં તે આગળ વધવા માગતું નથી. આ પ્રોજેક્ટ ભારતમાં છ સબમરીનનું નિર્માણ થવાનું હતું અને ફ્રાંસના નૌકાદળ સાથે જોડાયેલી કંપનીને રુા. 43 હજાર કરોડનો આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો અને તેની પ્રાથમિક તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે પરંતુ અચાનક જ ફ્રાંસના નૌકાદળે પ્રોજેક્ટ માટે નીકળી જવાની જાહેરાત કરતાં આવતીકાલે વડાપ્રધાન જ્યારે ફ્રાંસના રાષ્ટ્રવડાને મળશે.

ત્યારે આ મુદ્દો ચર્ચામાં આવશે તે નિશ્ચિત છે. આ પ્રોજેક્ટ ભારત માટે એટલે છે કે ચીનની વધતી જતી નૌકા તાકાત વચ્ચે ભારતે સબમરીન અને યુધ્ધ જહાજોનું નિર્માણ ઘરઆંગણે જ થાય તે માટે મોટા પ્રોજેક્ટ હાથમાં લીધા છે.2005માં ફ્રાંસમાં નૌકાદળ સાથે જોડાયેલી કંપનીઓના સમુહ સાથે સહી-સિક્કા થયા હતા અને આગામી વર્ષથી ભારતમાં તેની નિર્માણકાર્ય શરુ થવાનું હતું.

 80 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved